January 31, 2026

ગુજરાતી ડ્રામાનો ડબલ ડોઝ: Colors ગુજરાતી પ્રસ્તુત કરે છે 2 નવી ધારાવાહિક 2 ફેબ્રુઆરીથી

ગુજરાતની ભક્તિ અને ગૌરવની મહાગાથા, ગંગાસતી પાનબાઇ સાંજે ૭:૩૦ વાગ્યે અને રોમેન્ટિક ફેમિલી ડ્રામા, મનમેળો રાત્રે ૯:૩૦ વાગ્યે.

અમદાવાદ, 27મી જાન્યુઆરી 2026: વીજળીને ચમકારે વધુ બે મોતીડાં પરોવવા જઈ રહી છે, ગુજરાતી મનોરંજનની એક માત્ર ચેનલ કલર્સ ગુજરાતી. ગુજરાતનાં સંસ્કાર, ભક્તિ, સાહિત્ય, લાગણીઓ અને ઇતિહાસ પર દૃષ્ટિ કરવી હોય તો ગુજરાતનાં હ્રદય સમી સંસ્કૃતિને સમજો. જેના માટે, કલર્સ ગુજરાતી -‘ અસ્સલ ગુજરાતીનું અસલ મનોરંજન’ નવા કાર્યક્રમો રજૂ કરવા જઈ રહ્યું છે જે તમારા ટેલિવિઝનના અનુભવની સાથે સાથે તમારી દિશા અને દૃષ્ટિ બન્ને બદલી શકે છે.

મનોરંજનના નવા અધ્યાયની શરૂઆત કરતાં ચેનલ રજૂ કરે છે ગંગાસતીપાનબાઈશ્યામ ધૂનનો નવો અધ્યાય. આ શો ગુજરાતનાં જાણીતા ઐતિહાસિક ભક્તિ કવિયિત્રી એવા ગંગાસતી અને પાનબાઈના ભજનોને આધુનિક ઢાળમાં ઢાળી નવી પેઢીને ભક્તિ અને સદભાવનાનું દર્શન કરાવશે. જેના દરેક એપિસોડમાં તમને જોવા મળશે એક અનોખી  ભક્તિ અને ભજનોનો સમન્વય. તો બીજી બાજુ મનમેળો સાથે દર્શકોને જોવા મળશે એક મિડલ ક્લાસ અને એક ગર્ભશ્રીમંત એવા બે પરિવારો વચ્ચેનો ફેમિલી ડ્રામા. જેમાં મિડલ ક્લાસની ત્રણ બહેનોના જીવનમાં અચાનક મોટો વળાંક આવે છે અને તેમના દિલના તાર જોડાય છે ગર્ભશ્રીમંત પરિવારના ત્રણ ભાઈઓ સાથે. તેઓની દુનિયા જ્યારે એક થાય છે ત્યારે સર્જાય છે પ્રેમ, મહત્વાકાંક્ષા, સામાજિક અસમાનતાનો ટકરાવ અને દરેક કપલ તેમના નવા દામ્પત્યજીવનમાં અવનવા પડકારોનો સામનો કરે છે.

“કલર્સ ગુજરાતી માટે હંમેશા દર્શકોને અર્થસભર અને ઉચ્ચ ગુણવત્તાવાળું મનોરંજન આપવું પ્રાથમિકતા રહ્યું છે, જેમાં ગુજરાતી સંસ્કૃતિની મૂળ ભાવનાને સાચવી રાખવામાં આવે છે. ‘ગંગાસતી–પાનબાઈ’ અને ‘મનમેળો’ના પ્રીમિયર સાથે, ટેલિવિઝન પર ફરી એકવાર બે અલગ છતાં એટલી જ અસરકારક કહાણીઓ રજૂ કરતા અમને ખૂબ આનંદ થાય છે. ‘ગંગાસતી–પાનબાઈ’ માત્ર ભક્તિ સુધી સીમિત નથી, પરંતુ માનવીય મૂલ્યો, સદભાવના અને એકતાનું દર્શન કરાવે છે, જ્યારે ‘મનમેળો’ આજની યુવા જનરેશન પ્રેમ અને જવાબદારી વચ્ચે લેતી ભાવનાત્મક ચોઇસીસનું પ્રતિબિંબ છે. આ બંને શો સાથે અમે પરિવારકેન્દ્રિત અને અસરકારક સ્ટોરીટેલિંગ દ્વારા સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખવાની અમારી કમિટમેન્ટને ફરી એકવાર મજબૂત કરીએ છીએ,” તેમ કલર્સ ગુજરાતીના પ્રવક્તાએ જણાવ્યું.

બે નવા શોના પ્રીમિયર સાથે, કલર્સ ગુજરાતી અસ્સલ ગુજરાતી મનોરંજન પ્રત્યેની પોતાની કમિટમેન્ટને વધુ મજબૂત બનાવે છે અને મજબૂત ઘટનાઓ તથા સંસ્કૃતિના સ્પંદનથી ભરપૂર નવી કહાણીઓ દર્શકો સુધી પહોંચાડવાનું કાર્ય સતત આગળ વધારતું રહેશે.

You may have missed