July 7, 2025

ઇબાઈકગો (eBikeGo) દ્વારા અમદાવાદમાં નવો Acer ઇલેક્ટ્રિક વેહિકલ્સ રિટેલ આઉટલેટ લોન્ચ

અમદાવાદ, જૂન 2025: ઇબાઈકગો પ્રાઈવેટ લિમિટેડ, જે Acer નું ઓફિશિયલ લાયસન્સી અને ભારતમાં ઝડપી વિકાસ પામતી ઇલેક્ટ્રિક મોબિલિટી સ્ટાર્ટઅપ્સમાંની એક છે, એણે અમદાવાદમાં પોતાનું નવું Acer ઇલેક્ટ્રિક વેહિકલ્સ રિટેલ આઉટલેટના લોન્ચની જાહેરાત કરી છે. સમગ્ર ભારત માટેની વિશાળ વિસ્તરણ યોજના અંતર્ગત આ અમદાવાદ સ્ટોર એવા 15 નવા સ્થળોમાંનું એક છે, જ્યાં વિશ્વસ્તરીય ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ અને ઇ-સાયકલ્સને ભારતીય ગ્રાહકોની નજીક લાવવામાં આવશે.

અમદાવાદ જેવા શહેરમાં, જ્યાં પર્યાવરણપ્રેમી અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન પ્રત્યે ઝુકાવ વધતો જાય છે, ત્યાં આ આઉટલેટ ઇબાઈકગોના રિટેલ નેટવર્ક માટે મહત્વપૂર્ણ ઉમેરો છે. Acer બ્રાન્ડેડ ઇલેક્ટ્રિક વેહિકલ્સ ,જેમ કે ઇ-સ્કૂટર્સ, ઇ-બાઇક્સ અને ઇ-સાયકલ્સની રજૂઆત સાથે ઇબાઈકગો લોકો માટે આકર્ષક, ટકાઉ અને હાઈ-પરફોર્મન્સ પર આધારીત ટ્રાવેલ સોલ્યુશન્સ આપી રહ્યું છે. ભારતીય રસ્તાઓ માટે ડિઝાઇન કરેલ આ ઉત્પાદન શહેરની મોર્ડર્ન અર્બન મોબિલિટી માટે મૂલ્યવત્તા ઉમેરશે.

ઇબાઈકગોના  કો-ફાઉન્ડર  અને સીઓઓ શ્રી હરિ કિરણે જણાવ્યું હતું કે, “ઇબાઈકગો ખાતે અમે સમગ્ર ભારતમાં 15 શહેરોમાં અમારા નોંધપાત્ર વિસ્તરણની જાહેરાત કરતા ખુશ છીએ, જે ફક્ત થોડા મહિનામાં જ શક્ય બન્યું છે, જે વિવિધ રાજ્યોમાં Acer ઇલેક્ટ્રિક વાહનોના રિટેલ આઉટલેટ્સ સ્થાપવાના અમારા વ્યૂહાત્મક અભિગમના આધારે છે. આ ઝડપી વિસ્તરણ પર્યાવરણને અનુકૂળ પરિવહન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે, જ્યારે ઇબાઈકગોને ભારતીય EV બજારમાં એક મુખ્ય ખેલાડી તરીકે સ્થાન આપે છે અને બધા ભારતીયો માટે ગ્રીન અને સસ્ટેનેબલ ભવિષ્યને પ્રોત્સાહન આપે છે. તે અમને ઇબાઈકગોના નવા e-2Ws ઉત્પાદનોની લાઇનઅપ પર પણ પ્રકાશ પાડવા સક્ષમ બનાવે છે, જેમાં અમારી ઇ-સાયકલ, ઇ-સ્કૂટર અને ઇ-બાઇકનો સમાવેશ થાય છે.”

તેમણે આગળ ઉમેર્યું, “ઇબાઈકગોના સ્ટોર એક્સપાન્શન માટે મળેલા ઉત્તમ પ્રતિસાદ અને Acer બ્રાન્ડ અંગે મળેલા સારા ફીડબેકથી અમારી બ્રાન્ડની વિશ્વસનીયતા સાબિત થાય છે. ભારતીય માર્ગો અને ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ અને વૈશ્વિક ધોરણો સાથે સુસંગત અમારા ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોથી અમે આગામી સમયમાં દેશભરમાં અમારા રિટેલ નેટવર્કને વધુ વિસ્તૃત કરીશું.”

આ નવું Acer ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આઉટલેટ GF-1, ધ હેરિટેજ, ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડની સામે, જૂના વડાજ બસ સ્ટેન્ડની બાજુમાં, ગાંધી આશ્રમ રોડ, જૂના વાડજ, અમદાવાદ – 380013 ખાતે આવેલું છે. ગ્રાહકો સ્ટોર પર જઈને Acerનાં તમામ ઇ-મોબિલિટી ઉત્પાદનોનો અનુભવ લઈ શકે છે, ફ્રી ટેસ્ટ રાઇડ કરી શકે છે અને ભવિષ્યના શહેરી પ્રવાસનો અનુભવ જાતે કરી શકે છે. ઇ-સાયકલ્સની શરૂઆત કિંમત રૂ. 35,999 થી રાખવામાં આવી છે જેમાં ઈન્ટ્રોડક્ટરી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં લોન્ચ થનારા ઇ-સ્કૂટર્સ અને ઇ-બાઇક્સ રોજિંદા પ્રવાસ માટે સ્માર્ટ પસંદગી સાબિત થશે.

About eBikeGo:

Started in 2019, eBikeGo makes world-class electric mobility solutions that focus on electric scooters to promote green transportation. eBikeGo is driven towards creating a suite of revolutionary, customer-centric electric mobility solutions empowering people to shift towards a greener, more efficient mode of transportation.

eBikeGo’s rapid growth and contribution to eco-friendly transportation were recognized the same year when it was recognized as the “Startup of the Year”. This praise was a testament to our impactful entry into the market and its potential to lead in the EV sector. In 2024 and beyond with our very prestigious and valuable collaboration with Acer, we envisioned to change the global landscape with a robust, dependable and innovative electric vehicle portfolio for the masses.

Website: www.acerelectric.in