જય કનૈયા લાલ કી’ – કનૈયાલાલ એટલે આપણા ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા. તેમની સાથે વૈશાલી ઠક્કર, અનેરી વજાણી, શ્રેય મારડિયા અને હિતુ કનોડિયા જેવા પ્રતિભાશાળી કલાકારો પોતાની અભિનયકલા દ્વારા ફિલ્મને અંત સુધી રસપ્રદ બનાવી રાખે છે.
ધર્મેશ મહેતાના દિગ્દર્શનમાં બનેલી 2 કલાક 22 મિનિટની આ ફિલ્મનો ફર્સ્ટ હાફ સ્ટોરીના બિલ્ડ-અપને કારણે થોડો ધીમો લાગી શકે છે, પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ સંપૂર્ણ રીતે પકડ જમાવે છે. ખાસ કરીને હિતુ કનોડિયા દ્વારા ભજવાયેલ ગોવર્ધન રાઠોડ (પોલીસ ઓફિસર)નું પાત્ર અને સિદ્ધાર્થ રાંદેરિયાની દમદાર સ્ક્રીન પ્રેઝન્સ ફિલ્મને નવી ઊંચાઈ આપે છે.
જેમ જેમ સસ્પેન્સ ખુલતું જાય છે તેમ ડાયલોગ ડિલિવરી, એક્ટિંગ અને બંને વચ્ચેના ફેસ-ઓફ સીન દર્શકોને ખુરશી સાથે બાંધી રાખે છે. “પરિવારના સંબંધો સામે તો સિદ્ધાંતોને પણ એક્સપાયરી ડેટ આવી જાય છે” એવી વિચારધારાને આધાર બનાવી ફિલ્મ પરિવારના બંધન અને ક્રાઈમની રમત વચ્ચેનું Intense ડ્રામા રજૂ કરે છે, જે દિલને ક્યાંક ને ક્યાંક જરૂરથી સ્પર્શી જાય છે.
In Short, ‘જય કનૈયા લાલ કી’ એક એવી ફિલ્મ છે જે પરિવાર સાથે થિયેટરમાં જોવા જવી જોઈએ.
અમે આ ફિલ્મને 3.5 / 5 સ્ટાર્સ આપીએ છીએ.

More Stories
અમદાવાદમાં ‘જય કન્હૈયાલાલ કી’ ટીમ દ્વારા રિવર ક્રુઝ પર ભવ્ય ઉજવણી
દેશ રે જોયા દાદા પરદેશ જોયા — પુનઃપ્રદર્શન લેખ
નવા વર્ષની ધમાકેદાર શરૂઆત: 1 જાન્યુઆરીએ રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’, દર્શકોમાં ફિલ્મની આતુરતા