ગુજરાતમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની જુડો ટુર્નામેન્ટનું સફળ આયોજન
લાયન સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત, ઇન્ડિયન બ્લાઇન્ડ એન્ડ પેરા જુડો એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ઇન્ડિયન સ્પોર્ટ્સ ન્યૂ દિલ્હી અને પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાનું જુડો ટુર્નામેન્ટ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સફળતાપૂર્વક યોજાયું હતું.
આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 44 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર કુલ 24 ખેલાડીઓ હવે આવનારા 19 થી 22 ડિસેમ્બર દરમિયાન રાજસ્થાનના શ્રી ગંગાનગર ખાતે યોજાનારી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

આ અવસરે લાયન સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ શ્રી દિપાલીબેન રાખી, ઈએમસીના વોટર કમિટી ચેરમેન બગડીયા સાહેબ, બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી શ્રી કલ્પેશ ત્રિવેદી તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.
શ્રી કલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો છે. ગુજરાતમાં પ્રથમવાર આવી જુડો ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાઈ એ અમારો ગૌરવનો વિષય છે. રાજ્યના ખેલાડીઓ હવે રાષ્ટ્રીય સ્તરે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે, જે દરેક માટે પ્રેરણાદાયી છે.”
આ કાર્યક્રમ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો નમ્ર પ્રયાસ હતો, જે સૌપ્રથમ વખત ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો.

More Stories
યોનેક્સ-સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 સફળતાપૂર્વક પૂર્ણ
બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમીના ખેલાડીઓની ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2025 માં તેજસ્વી જીત
કલિંગા બ્લેક ટાઇગર્સે તેમની જર્સી અને માસ્કોટનું અનાવરણ કર્યું, જે ઓડિશાના શક્તિશાળી બ્લેક ટાઇગર્સથી પ્રેરિત છે