March 13, 2026

AI અને સસ્ટેનેબિલિટી જેવા મુદ્દાઓ પર ધ્યાન સાથે અમદાવાદમાં GACS નોલેજ કોન્ક્લેવ 2026નું આયોજન

અમદાવાદ: ગ્લોબલ એસોસિએશન ફોર કોર્પોરેટ સર્વિસીસ (GACS) દ્વારા, 14 માર્ચ, 2026 ના રોજ, હોટેલ નોવોટેલ ખાતે (સાંજે 5:00 વાગ્યાથી) પ્રતિષ્ઠિત ‘નોલેજ કોન્ક્લેવ’નું આયોજન કરવામાં આવ્યું. ઝડપથી બદલાઈ રહેલા યુગમાં ફ્યુચર ઓફ વર્કસ્કેપ વિષય પર ચર્ચા-વિચારણા કરવા માટે અહીં 125થી વધુ અગ્રણી ઉદ્યોગ સાહસિકો અને નેતાઓ એકત્રિત થશે. GACS દ્વારા આયોજિત આ સંમેલનમાં, જિયોપોલિટિકલ ફેરફારો વૈશ્વિક સપ્લાય ચેઈનને કેવી રીતે અસર કરી રહ્યા છે, ‘નેટ-ઝીરો’ સસ્ટેનેબિલિટી લક્ષ્યાંકોની વ્યવહારિકતા અને રોજગાર સર્જન પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પ્રગતિની બેધારી અસરો વિશે મહત્વપૂર્ણ ક્રિટિકલ ઇનસાઇટ્સ પૂરી પાડશે. મુખ્ય સ્ટેકહોલ્ડર્સ સાથેના ઉચ્ચ સ્તરીય નેટવર્કિંગ ઉપરાંત, આ કાર્યક્રમમાં ફેસિલિટી મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ માટે એક વિશિષ્ટ જોબ ફેર પણ યોજાશે. આ વિશેષતા તેને પ્રતિષ્ઠિત કોર્પોરેટ લીડર્સ અને આગામી પેઢીના વોર્કફોર્સ બંને માટે એક અનોખો સંગમ બનાવે
છે.