કાલ્પનિક શો જગધાત્રી રજૂ કરવા તૈયાર છે, ઝી ટીવી, તેમાં એક એવી વાર્તા છે, જેમાં દરરોજ અદ્રશ્ય યુદ્ધ સામે લડતી મહિલાઓની શક્તિને સુંદર રીતે કેદ કરે છે. સોનાક્ષી બત્રા જગધાત્રી તરીકે અને ફરમાન હૈદર શિવાય તરીકે જોવા મળી રહ્યા છે. આ શોમાં એક એવી યુવતિનો પ્રવાસ છે, જેને ઘરમાં દબાવવામાં આવે છે અને અવગણના કરવામાં આવે છે, પરંતુ જ્યારે તે ગુનાની સામે લડે છે ત્યારે તે એક નિડર ગુપ્ત એજન્ટમાં બદલી જાય છે.
આ વાર્તામાં આકર્ષક ઉમેરો કરી રહી છે, પ્રતિભાશાળી અભિનેત્રી ગીતા ત્યાગી, જે અહીં જગધાત્રીની સાવકી માતા રેખાની ભૂમિકા કરી રહી છે. રેખા એ એક બહુવિધ પરિમાણ ધરાવતું પાત્ર છે, તેમાં ભાવનાત્મક ઉતાર-ચડાવ છે, તે જવાબદારી તથા રોષની વચ્ચે ફસાયેલા છે. જ્યારે તે ઘરમાં માતૃત્વ તરીકેની પોતાની ફરજો નિભાવે છે, ત્યારે જગધાત્રી સાથેના તેના સંબંધમાં અંતર અને તણાવ જોવા મળે છે. તેનું પાત્ર પરિવારોમાં શાંત સંઘર્ષોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં પ્રેમ, અહંકાર તથા પસ્તાવો ઘણીવાર સાથે રહે છે.
તેના પાત્ર વિશે ગીતા ત્યાગી કહે છે, “હું જગધાત્રીની સાવકી માતા રેખાની ભૂમિકા ભજવી રહી છું, તે એક એવી મહિલા છે, જેનું જીવન તેના ભૂતકાળ તથા તેની પસંદગીઓથી આકાર પામેલું છે. તેની લાક્ષણિક્તા સીધી સકારાત્મક કે નકારાત્મક નથી, તે માનવીય પણ છે. ક્યારેક તે કડક અને ખૂબ જ દૂર હોય છે, પણ તેમાં પણ લાગણીઓ છૂપાયેલી છે, જે વાર્તા જેમ આગળ વધે છે, તેમ-તેમ દેખાય છે. હું તેના વ્યક્તિત્વની લાક્ષણિક્તાથી આકર્ષિત થઈ હતી, તે કાળી કે ગોરી નથી, પરંતુ એવી વ્યક્તિ છે, જેમાં થોડો ગ્રે શેડ છે અને તેનાથી જ તે પાત્ર વધુ વાસ્તવિક લાગે છે. વાર્તા આગળ જતા જગધાત્રી સાથે તેનો સંબંધ કેવી રીતે વિકસિત થાય છે, તે જોવા માટે ઉત્સાહિત છું.”
તે વધુમાં ઉમેરે છે, “જ્યારે જગધાત્રી મને ઓફર થઈ તો, મને તેનો કોન્સેપ્ટ એકદમ અલગ જ લાગ્યો. એક સ્ત્રીને દ્વંદ્વ યુદ્ધ જીવન જીવતી બતાવવાનો વિચાર હતો, જેને ઘરમાં દૂર રાખી હોય છે, પણ તેના મિશનમાં તે એક શક્તિશાળી છે, તે ખરેખર અલગ જ હતી અને રેખા, જગધાત્રીની દુનિયામાં ખૂબ જ ભાવનાત્મક જટિલતાને ઉમેરે છે. આવી વાર્તા અને એક અદ્દભુત ટીમનો ભાગ બનવાનો મને ખૂબ જ આનંદ છે.”
ગીતા ત્યાગીનો રેખા તરીકેના પ્રવેશ સાથે જગધાત્રી એ એવો વાયદો કરે છે કે, તે વાર્તામાં ભાવનાત્મક ઉંડાણ લાવે છે, તે ફક્ત હિંમત જ નહીં પરંતુ, ઓળખ પણ ઉભી કરે છે, એટલું જ નહીં પણ કુટુંબિક જટિલતાની સ્વિકૃતિનો છે.
જૂઓ જગધાત્રીનો પ્રેરણાદાયી પ્રવાસ જલ્દી જ આવી રહ્યો છે ઝી ટીવી પર!

More Stories
કરુણા અને માનવતાની કહાની દર્શાવતી ફિલ્મ ‘જીવ’નું મોશન પોસ્ટર લોન્ચ, 21 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
ફિલ્મ “મિસરી” – ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી – 31 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ
યુવા ફિલ્મમેકર મંથન મેહતાની વેબસીરીઝ “તારી મારી વાતો”ને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ