અમદાવાદ : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ “જીવ” 12 ડિસેમ્બરના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ માનવતા, દયાળુભાવ અને જીવદયા જેવા મૂલ્યોનો સમવેશ કરતી હૃદયસ્પર્શી કહાની રજૂ કરે છે.
ફિલ્મ વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત છે. નિર્દેશન જીગર કાપડીએ કર્યું છે, જ્યારે નીરવ મેહતા અને વિક્કી મેહતા ફિલ્મના પ્રોડ્યુસર છે. મુખ્ય ભૂમિકામાં ધર્મેન્દ્ર ગોહિલ, તેમજ સની પંચોલી, શ્રદ્ધા ડાંગર, યતીન કાર્યકર અને હેમાંગ શાહ જોવા મળશે.
કહાનીનું કેન્દ્રિય પાત્ર વેલજીભાઈ મહેતા છે – એક એવા વ્યક્તિ કે જેઓએ પોતાનું સમગ્ર જીવન પ્રાણીઓની સેવા અને સંભાળ માટે સમર્પિત કર્યું હતું. ફિલ્મ પ્રકૃતિ અને જીવજાત પ્રત્યેની ફરજ, કરુણા અને લાગણીની મહત્વતા યાદ અપાવે છે.
‘જીવ’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ પ્રકૃતિ અને જીવજાત પ્રત્યેના આપણી ફરજ અને સહાનુભૂતિની યાદ અપાવતો એક સંદેશ છે. આજના સ્વાર્થભર્યા સમયમાં આ ફિલ્મ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આપણે મૌન જીવોની પીડા સાંભળી શકીએ છીએ?
https://www.instagram.com/p/DRMJi1kgotL/?igsh=MW92c2F5dmlnNG14aw%3D%3D
ફિલ્મના નિર્માતાઓના જણાવ્યા મુજબ, “જીવ એ એવી કહાની છે જે માણસ અને પ્રાણીઓ વચ્ચેના અદ્રશ્ય લાગણીના બંધનને ઉજાગર કરે છે. આ ફિલ્મ દરેકને જીવદયા અને કરુણાના માર્ગે વિચારવા પ્રેરણા આપશે.”

More Stories
જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન ધર્મના આચાર્ય તથા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબ ના આશીર્વાદ લીધા
જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ લીધા
મિસરી ગુજરાતી ભાષા ની એક અલગ જ પ્રકારની અદ્ભૂત રોમેન્ટિક લવ સ્ટોરી