July 5, 2025

બહુ પ્રતિક્ષિત સોશિયલ કોમેડી ગુજરાતી ફિલ્મ “મહારાણી” નું ટીઝર થયું રિલીઝ

૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ “મહારાણી” નામની બહુ પ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મનું ટીઝર રિલીઝ થયું. ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા કરવા મા આવી હતી અને ગુજરાતી દર્શકો તરફથી તેને ઘણો પ્રેમ મળ્યો.મહારાણીનું ટીઝર હવે રિલીઝ થઈ ગયું છે અને તે ફિલ્મ નિર્માતા દ્વારા રજૂ કરાયેલ એક રસપ્રદ સામાજિક કોમેડી ડ્રામા છે.

પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’ નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવા મા આવેલ છે. આ ફિલ્મ ના પ્રોડ્યૂસર્સ છે કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ. તેમજ કો પ્રોડ્યૂસર્સ છે – મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા .

મહારાણી એક એવી ફિલ્મ છે જે આધુનિક સ્ત્રી અને તેના ઘરની સહાયક વચ્ચેના સંબંધને રસપ્રદ રીતે દર્શાવે છે. આ ફિલ્મ એક સોફ્ટ કોમેડી છે. જે એક ઘરની સહાયક ની વાર્તા છે જેને ઘરની “રાણી” ની તુલનામાં ગણવા મા આવે છે. આ ફિલ્મ સહ-નિર્ભરતા અને રોજિંદા જીવનમાં થતું સહજ હાસ્ય થી ભરેલી છે જે ખૂબ ઓછી ફિલ્મો માં દર્શાવેલ છે.

મહારાણીમાં માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા બધા કલાકારો છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ખૂબ જ સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. વાર્તા રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે.

ફિલ્મ કોમેડી શૈલીને લઈને સમાજ ની એક એવી વાર્તા  એવી ઢબ માં પ્રસ્તુત કરવા જઈ રહી છે કે જે અન્ય ફિલ્મો મા ઓછી જોવા મળે છે. દર્શકો માં આ ફિલ્મ ને લઈને ઘણી કુતૂહલ અને ઉત્સાહ છે.