July 5, 2025

ગુજરાતી ફિલ્મ ‘અનામિકા’નું પ્રીમિયર યોજાયું

મુકતા એ2, થિયેટર વાસણા ખાતે આમંત્રિત મહેમાનો અને કલાકારોની સાથે ગુજરાતી ફિલ્મ ‘અનામિકા’ના પ્રીમિયર નું આયોજન કરાયું હતું. ફિલ્મ રોમેન્ટિક લવ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મ રાઇટર-પ્રોડ્યુસર તથા ડિરેક્ટર ભૂષણ ભટ્ટ છે. ફિલ્મમાં સંગીત પ્રથમેશ ભટ્ટનું છે.

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, આ ફિલ્મ એક્સિડેન્ટલ લવ સ્ટોરી પર છે. ફિલ્મમાં સ્તવન ને મુગ્ધા ગોવામાં અચાનક મળે છે અને બંને એકબીજાના પ્રેમમાં પડે છે. જોકે, થોડો સમય પસાર થયા બાદ બંને એકબીજાને ક્યારેય નહીં મળવાની વાત કહીને છૂટા પડે છે. હવે બંને કેમ છૂટા પડ્યા, બંને પાછા ભેગા થશે કે નહીં એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડે.

ફિલ્મનું મજબુત પાસું છે તેનું બેક ગ્રાઉન્ડ મ્યુઝિક અને સોંગસ જે તમને વારંવાર સાંભળવા ગમશે.
ફિલ્મમાં સમયાન્તરે આવતી પંચ લાઈનો એકદમ સંવેદનશીલ છે. લવ સ્ટોરી ફિલ્મમાં આટલા ઊંડાણ પૂર્વક સંવાદો એ લેખકની પરિપક્વતા દર્શાવે છે.

રાઇટર અને ડિરેક્ટર તરીકે ભૂષણ ભટ્ટ, સહયોગી ડિરેક્ટર જય મહેતા, અને ક્રિએટિવ ડિરેક્ટર મિરલ જોષીનું કામ ઘણું વખાણવા લાયક છે.