December 23, 2024

હોમ ડેકોરટિપ્સ : મિનિમલ ફર્નિચર અને ઈન્ડોર પ્લાન્ટ્સ ઘરને એલિગેન્ટ બનાવશે

ઘરમાં  થોડાં ચેન્જીસ કરીને કઈ રીતે ઘરને ક્લાસી લૂક આપી શકાય છે તે અંગે શહેરના જાણીતા જાણીતા ઈન્ટિરિયર ડિઝાઈનર એકતા માકડિયા  દ્વારા ટિપ્સ આપવામાં આવી હતી.  આજના સમયમાં લોકો પર્સનાલિટી અનુસાર, ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન તૈયાર કરાય છે. પેસ્ટલ કલર, મિનિમલ ફર્નિચર અને ઈન્ડોર પ્લાન્ટ્સ ઘરને એલિગેન્ટ બનાવશે.

ઈન્ટિરિયર ડિઝાઈનર એકતા માકડિયા જણાવે છે કે, “લોકોના નેચર અને કામને સમજીને અમે ઘરની ડિઝાઇન નક્કી કરીએ છીએ. લોકો આજકાલ પર્સનાલિટી અનુસાર ઘરનું ડિઝાઈનિંગ પસંદ કરે છે. પરંતુ જો ઘરની ડિઝાઇનમાં કોઈપણ કન્ફ્યુઝન હોય તો ઇન્ટિરિયર ડિઝાઈનર પાસે કાઉન્સિલિંગ કરાવી 2-3 ડિઝાઈન તૈયાર કરાવવી જોઈએ. હાલ લોકો ઘર અને ઓફિસમાં મિનિમલ લૂક પસંદ કરે છે. સાથે જ વર્કિંગ કપલ પણ મિનિમમ મેન્ટેનન્સ પસંદ કરે છે.”

“ઘરને એલિગેન્ટ લૂક આપવા માટે કલર ફર્નિચર સાથે મેચ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ, કોન્ટ્રાસ્ટ કલર સાથે ફર્નિચરની પસંદગી કરાય તો લૂક સારો આવે છે. નાના રુમમાં લાઈટ કલર કરાવવો જોઈએ. જેમાં લાઈટ ગ્રે, વ્હાઇટ કલર કરાવી શકાય છે. ઘરની વિન્ડો પર લાઈટ કલરના પડદા લગાવવાથી ઘરમાં વધારે સૂર્યપ્રકાશ આવી શકે છે. તમારું ઘર તમારી પર્સનાલિટીને રિફલેક્ટ કરે તેવું બનાવવા માટે, તમારી ગમતી વસ્તુ જેમ કે, બુક્સ, ટ્રાવેલ સોવેનિયર અથવા પર્સનલ આર્ટ વર્કને શૉ કેસ કરી શકો છો. ઘરની એક દિવાલ પર બોલ્ડ કલર, ટેક્સચર કે વૉલપેપરના ઉપયોગથી ઘરને મોડર્ન ટચ આપી શકાય છે. મિનિમલ ફર્નિચર અને ઈન્ડોર પ્લાન્ટ્સ ઘરને એલિગેન્ટ બનાવશે.”-તેમણે વધુમાં જણાવ્યું હતું.