* 11મી જુલાઇએ મિષ્ટી સ્ટુડિયો ખાતે “નારીત્વમ” નો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
* “નારીત્વમ – સીઝન 4” 28મી સપ્ટેમ્બરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે
અમદાવાદ : “નારીત્વમ”ની શરૂઆત 2021માં થઇ કે જે મહિલાઓના સમ્માનની ઉજવણી છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે આગામી 28 સપ્ટેમ્બર 2024 ના રોજ “નારીત્વમ – સીઝન 4” ભવ્ય રીતે યોજાશે. “નારીત્વમ”નો લોન્ચિંગ કાર્યક્રમ 11 જુલાઈના રોજ મિષ્ટી સ્ટુડિયો,અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ લોન્ચ પ્રસંગે ખાસ ટોક શોનું પણ આયોજન કરાયું હતું, જેમાં શહેરની નામાંકિત મહિલાઓ કે જેઓ પોતાના ફિલ્ડમાં એક્સપર્ટ છે તેઓ એ પોતાનું જ્ઞાન અને વિચારસરણી રજૂ કરી હતી.
“નારીત્વમ” એ સામાન્ય પણ અસામાન્ય નારીને સમ્માનિત કરવાની ઈવેન્ટ છે, અને એ શીતલ દવેનું ઈનિશિએટિવ છે. સપ્ટેમ્બરમાં યોજાનાર આ કાર્યક્રમમાં આશરે 150થી વધુ મહિલાઓ અને 25 થી 30 પુરુષો ઉપસ્થિત રહેવાના છે.
દરેક નારી ખાસ છે માટે નારીત્વમ એ સામાન્ય તથા નાના વ્યવસાય કરતી મહિલાઓને તેમના જ પરિવારજનો અને મિત્રો સન્માન આપે તે માટે પ્રેરિત કરી એ માટેનું મંચ આપે છે. આ કોઈ એનજીઓ કે સામાજિક સંસ્થા નથી. મહિલાની આસપાસના વ્યક્તિઓએ તેમનું સમ્માન કરવું જોઈએ તેવો મેસેજ નારીત્વમ આપે છે.

“નારીત્વમ”ના ફાઉન્ડર શીતલ દવે જણાવે છે કે, “આ સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર ઇવેન્ટમાં 25થી વધુ મહિલાઓનું સમ્માન કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે આ મહિલાઓમાંથી મોટા ભાગની મહિલાઓનું તેમના જ પરિવારજનો તથા મિત્રો દ્વારા સમ્માન કરવામાં આવશે, જે એક મહિલા માટે ઘણી મહત્વની વાત છે. અમારી સાથે અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, કચ્છ, મોરબી તથા ભાવનગર તેમજ ગુજરાતના અન્ય શેહરોથી પણ લોકો હંમેશા જોડાય છે.
11મી જુલાઇએ યોજાયેલા લોન્ચિંગ કાર્યક્રમમાં નારીપયોગી ટોક શો યોજાયો હતો. આગામી દિવસોમાં નારી માટેની અભિવ્યક્તિ સાથે સંકળાયેલ ઓપન માઈક શો (11 ઓગસ્ટ), તથા નારીના હક્ક તથા સુરક્ષા પર સેમિનાર અને સમ્માનિત થનાર મહિલાઓ માટે એક્સપ્રેસ યોરસેલ્ફ વગેરે કાર્યક્રમો પણ આવનાર સપ્ટેમ્બર મહિનામાં યોજાશે. 28મી સપ્ટેમ્બરના રોજ મુખ્ય કાર્યક્રમ “નારીત્વમ્ – ઓનર ધ નારી રાઉન્ડ યુ”નું આયોજન કરવામાં આવ્યું છે. અમને અગાઉના 3 વર્ષોમાં પણ અદભુત પ્રતિસાદ મળ્યો છે. હું દરેક સ્પોન્સર્સ, સપોર્ટર્સ તથા પાર્ટનર્સનો આભાર વ્યક્ત કરું છું.”
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત” ને સાર્થક કરતાં ઘણી મહિલાઓ આજે પોતાના પગ પર ઉભી છે અને આવી સશક્ત અને સફળ મહિલાઓને આ કાર્યક્રમમાં સન્માનિત કરાય છે. ઉપરાંત સમાજને કંઈ રીતે સંગઠિત કરી શકાય અને સહકાર દ્વારા કંઈ રીતે આગળ વધી શકાય તેની માહિતી પણ આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવે છે.

More Stories
એતિહાદ એરવેઝનો ઇતિહાસ: AirlineRatings.com ગ્લોબલ સેફ્ટી રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ ગલ્ફ કેરિયર
ACMA Automechanika New Delhi 2026: 19 દેશોના 800 થી વધુ એક્ઝિબિટર્સ સાથે અત્યાર સુધીની સૌથી મોટી એડિશન યોજાશે
દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા