ઝી ટીવીની આગામી કાલ્પનિક ઓફરિંગ ગંગા માઈ કી બેટિયાઁને રવિ દુબે અને સરગુન મેહતાના ડ્રિમિયત ડ્રામા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, જે એક મહિલાનો શક્તિશાળી પ્રવાસ રજૂ કરે છે, જેની સાથે સમાજે તો ખોટું કર્યું છે, પણ તેની પ્રતિબદ્ધતાથી ઘણી આગળ વધી છે. ઝી ટીવીના નવા બ્રાન્ડના વાયદા ‘આપકા અપના ઝી ટીવી’ના ભાગરૂપે આ શોએ સ્થિરતા તથા ભાવનાત્મક સત્યની ઊજવણી તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. લોકપ્રિય કન્નડ શો ‘પુટ્ટકાના મક્કાલુ’ પરથી રૂપાંતરિત કરવામાં આ શોમાં ગંગા માઈની વાર્તા છે, તે એક એવી માતા છે, જેને તેના પતિએ પુત્ર ન થવાને લીધે ત્યજી દિધી છે. વિશ્વાસઘાત છતા પણ તે પોતાની ત્રણેય દિકરીઓને પ્રેમ, શક્તિ તથા ગૌરવભેર ઉછેરે છે અને મૂઠી ઉચેરી રહેવાનું પસંદ કરે છે.
તાજેતરમાં રજૂ થયેલા શોના પ્રોમોમાં દર્શકોએ અમનદીપ સિધુને તેના શક્તિશાળી સ્નેહાના નવા અવતારમાં જોઈ- જે બોલ્ડ, હોશિયાર તથા સ્વતંત્ર એવી ગંગા માઈની બીજા નંબરની દિકરીના પાત્રમાં છે. શુભાંગી લાટકર- ગંગા માઈ તરીકે ભાવનાત્મક આકર્ષણ ઉમેરશે તો, અમનદીપ- સ્નેહાના પાત્રમાં તેની શક્તિ અને તિક્ષ્ણ બુદ્ધિને લીધે અલગ જ તરી આવે છે. મહત્વકાંક્ષી તથા સ્પષ્ટ વક્તા તરીકે તે પરિવારની પ્રેરક શક્તિ છે, જે પોતાના મનની વાત કહેવાથી ડરતી નથી અને પોતાના મૂલ્યોમાં અડગ રહે છે. પિતાના ત્યાગથી ડરેલી હોવાને લીધે તેની લાગણીઓને મનમાં રાખે છે અને દુ:ખને હેતુમાં ફેરવે છે. તેની ઇચ્છા જિલ્લા કલેક્ટર બનવાની છે, તે ન્યાય માટે લડવા પોતાના કાયદાના જ્ઞાનનો ઉપયોગ કરે છે. ભલે તે કૌટુંબિક અવ્યવસ્થાના રોજિંદા કાર્યોનું સંચાલન કરતી હોય કે, તેના સમુદાયમાં જે યોગ્ય છે, તેના માટે ઉભી રહેતી હોય, તેનામાં એક એવો વિશ્વાસ છે જે ડગમગાવાને નકારે છે. ઘણી રીતે, સ્નેહા આજની સશક્ત મહિલાનું પ્રતિનિધિત્વ કરે છે, જે દિલથી નેતૃત્વ કરે છે, પરંતુ ક્યારેય પોતાના હેતુને ભૂલી જતી નથી.
અમનદીપ સિદ્ધુએ શેર કર્યું, “સ્નેહા મારા જીવનમાં જોવા મળેલા સૌથી વધુ સ્તરીય તથા પ્રેરણાદાયક પાત્રોમાંની એક છે અને હું ખરેખર તેને પરદા પર જીવંત કરવા આતુર છું. તે મજબૂત છતાં સંવેદનશીલ, ઉગ્ર છતા મૂળ સાથે જોડાયેલી એક એવી યુવતી છે, જે તેના ભૂતકાળથી ઓળખાવાને નકારે છે. તેને તેના પિતાના ત્યારથી થયેલા દુ:ખને પોતાની તાકાત બનાવી છે. તે તેના પરિવારનું રક્ષણ કરે છે, ન્યાય માટે લડે છે અને એવી દુનિયામાં મોટા સપના જોવાની હિંમત કરે છે જે ઘણી વખત તેને પાછી પાડે છે. તેનું પાત્ર મને એક નારિયેળની યાદ અપાવે છે, જે બહારથી અત્યંત કઠણ અને નક્કર છે, પણ અંદરથી ખૂબ જ નરમ, ભાવુક અને કાળજી લેતું છે. અમે આ જ બે બાબતોને ફક્ત શબ્દોથી જ નહીં પણ કાર્યોથી જીવંત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનું ચંડીકા પેન્ડન્ટ, તેની કાળી બિંદી અને નાની નાની બાબતો જેવી સ્ટાઈલની બાબતો સ્નેહાના પાત્રને જીવંત કરે છે.”
તે ઉમેરે છે, “હું માનું છું કે, યુવતીઓ સ્નેહામાં પોતાની જાતને જોશે. એક કલાકાર તરીકે, મને આ સૌથી રિવોર્ડિંગ પાત્ર લાગ્યું છે, જે લાગણીની રીતે પણ તમને પડકારશે અને સ્નેહા એ જ કરી રહી છે. બવે હું દર્શકોની સમક્ષ તેની વાર્તા રજૂ કરવા તથા તેના પ્રવાસને દર્શાવવામાં ખૂબ જ ઉત્સાહિત છું.”
જેમ-જેમ વાર્તા આગળ વધશે, તેમ-તેમ દર્શકો ગંગા માઈની પુત્રીઓની ગૌરવપૂર્ણ જીવન નિર્માણના પ્રવાસ પ્રત્યે આકર્ષિત થશે, આ દરમિયાન સ્નેહાનો તેજ, ન્યાય આધારીત માર્ગ વાર્તામાં એક આકર્ષક સ્તરનો ઉમેરો કરશે.
તો આ હિંમત, કરુણા તથા માતાના અતૂટ જુસ્સાના આ હૃદયસ્પર્શી પ્રવાસને જોવાનું ચૂકશો નહીં, જે ટૂંક સમયમાં જ આવી રહ્યો છે, ઝી ટીવી પર!
More Stories
સત્ય ઘટના પરથી પ્રેરિત હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પોસ્ટર લોન્ચ
રનવે થી બોર્ડરૂમ સુધી: જિઓહોટસ્ટારનું પિચટુગેટરિચ ભારતમાં ફેશન મનોરંજનને નવી વ્યાખ્યા આપે છે
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવભર્યો મોમેન્ટ: સાઈકોલોજિકલ થ્રિલર ‘વશ’ને બે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા