નાણાકીય વર્ષ 2025 માં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે તેના ગ્રાહકોને પરંપરાગત પોલિસીઓ સામે રૂ. 900 કરોડથી વધુ લોનનું વિતરણ કર્યું છે. પોલિસી સામે લોન સુવિધા ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે ગ્રાહકોને તેમની લોન્ગ- ટર્મ સેવિંગ્સ પ્લાનમાં ખલેલ પહોંચાડ્યા વિના લિક્વિડિટી પૂરી પાડે છે. નાણાકીય વર્ષ 2025 માં, કંપનીએ 42,700 થી વધુ ગ્રાહકોને લોનનું વિતરણ કર્યું.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ઓપરેશન્સ ઓફિસર શ્રી અમીશ બેંકરે જણાવ્યું હતું કે, “જીવન વીમો એક લાંબા ગાળાની પ્રોડક્ટ છે, અને ગ્રાહકોને પોલિસીના સમયગાળા દરમિયાન તરલતાના પડકારોનો સામનો કરવો પડી શકે છે. પોલિસી સામે લોન સુવિધા નાણાકીય બચત યોજનાને ટ્રેક પર રાખવાની ખાતરી કરી શકે છે. નોંધનીય છે કે, ગ્રાહકો પોલિસીના સરેન્ડર મૂલ્યના 80% સુધી લોન મેળવી શકે છે.
પોલિસી સામે લોન મેળવવાની પ્રક્રિયા પેપરલેસ અને ઝડપી છે. નાણાકીય વર્ષ 2025 માં, 98% થી વધુ લોન 24 કલાકની અંદર વિતરિત કરવામાં આવી હતી. ગ્રાહકો તેમની અરજીઓ નોંધાવવા માટે કંપનીની વેબસાઇટ અથવા અમારી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.
નાણાકીય વર્ષ 2025 માં લોન વિતરણમાં વાર્ષિક ધોરણે 60% નો વધારો થતાં, અમારા ગ્રાહકોમાં લોન અગેન્સ્ટ પોલિસી સુવિધાનો વધુને વધુ સ્વીકાર જોવા મળ્યો છે. આ અમારા ગ્રાહકોની લાંબા ગાળા માટે પ્રોડક્ટમાં રોકાણ કરવાની અને જે નાણાકીય લક્ષ્યો માટે ઉત્પાદન ખરીદવામાં આવ્યું હતું તે પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નોંધનીય છે કે, ભંડોળનો ઉપયોગ પ્રીમિયમ ચુકવણી માટે પણ થઈ શકે છે, જે પોલિસીની સાતત્યતા અને તેના લાભો સુનિશ્ચિત કરે છે.
More Stories
વાડીલાલ ક્વિક ટ્રીટ વૈશ્વિક વિકાસને વેગ આપે છે: અધિકૃત ભારતીય સ્વાદ અને વ્યૂહાત્મક વિસ્તરણ સાથે આંતરરાષ્ટ્રીય આવક બમણી કરવાનો ઉદ્દેશ્ય
ફ્રેગન્ટા બાય લીના જૈન દ્વારા “ગંગા & જોગી” પરફ્યુમ લોન્ચ કરાયું
ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા 17 થી 19 જુલાઇ દરમિયાન B2B ટ્રેડ ફેરનું આયોજન