અમદાવાદ, ઓક્ટોબર, 2025 – આઇકોનિક ફેશન ઇન્ડિયાએ અમદાવાદના સિંધુ ભવન રોડ (SBR) પર તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી સ્ટોરનું અનાવરણ કર્યું છે – જે 16500 સ્કવેર ફૂટનો સિંગલ-ફ્લોર ફ્લેગશિપ છે જે ગુજરાતમાં પ્રીમિયમ શોપિંગને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.
રિટેલ સ્પેસ કરતાં વધુ, આ સ્ટોરને સંપૂર્ણ શોપિંગ અને લાઇફસ્ટાઇલ હબ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે GANT, ટ્રુ રિલિજિયન, એન્ટોની મોરાટો, ટોમી હિલફિગર, કેલ્વિન ક્લેઇન, શાંતનુ અને નિખિલ, મેંગો, ફોરેવર ન્યૂ અને વધુ સહિત વિશ્વના કેટલાક સૌથી પ્રશંસનીય નામોને એકસાથે લાવે છે. ગ્રાહકો શોપર્સ બ્યુટી હેઠળ પ્રીમિયમ પરફ્યુમ અને અમિત અરોરા અને અબકાસાના એક્સલુઝીવ ડિઝાઇનર વિયર પણ મળી રહેશે. તેની વિશિષ્ટતામાં ઇન-સ્ટોર કાફે કોન્સેપ્ટ, વી નીડ ઇટ – ઉમેરો કરે છે જ્યાં ફેશન, ફૂડ અને કોમ્યુનિટી ભેગા થાય છે.
આ સ્ટોરનું લોન્ચિંગ પોપ્યુલર શાર્ક અને boAt ના કો-ફાઉન્ડર અમન ગુપ્તા દ્વારા અમદાવાદના ઇન્ફ્લ્યુએન્સર્સ, મીડિયા અને ફેશન ઈન્સાઈડર્સની હાજરીમાં કરવામાં આવ્યું હતું. શહેરના પ્રીમિયમ શોપિંગ અને લાઈફસ્ટાઈલ એક્સ્પીરિયન્સીસ માટે પ્રખ્યાત સિંધુ ભવન રોડ ખાતે સ્ટોરનું અનાવરણ કરવામાં આવ્યું.
આઇકોનિક ફેશનના સીઓઓ અપૂર્વ સેને કહ્યું, “અમારા માટે, સિંધુ ભવન રોડ ફક્ત ફ્લેગશિપથી વધુ છે – તે અમારા ઉદ્દેશ્યનું પ્રતીક છે. આજે રિટેલ ફક્ત ક્લોથ સેલિંગ વિશે નથી; તે એવી જગ્યાઓ બનાવવા વિશે છે જેનો લોકો ભાગ બનવા માંગે છે. એક જ ફ્લોર પર 16,500 ચોરસ ફૂટ સાથે, અમે વિશ્વની સૌથી પ્રશંસનીય બ્રાન્ડ્સ, ભારતના અગ્રણી ડિઝાઇનર્સ અને એક કાફે કોન્સેપ્ટને એકસાથે લાવ્યા છીએ જે ફેશનને સામાજિક, સાંસ્કૃતિક અને અનુભવપૂર્ણ બનાવે છે. અમારો અમદાવાદ સ્ટોર ભારતમાં પ્રીમિયમ ફેશન કેવી રીતે શોધાય છે, અનુભવાય છે અને યાદ રાખવામાં આવે છે તેના માટે નવા બેન્ચમાર્ક સેટ કરવા માટે રચાયેલ છે.”
પોપ્યુલર શાર્ક અને boAt ના કો- ફાઉન્ડર અમન ગુપ્તાએ ઉમેર્યું, “આઇકોનિક વિશે મને જે ગમે છે તે એ છે કે તે ફક્ત ક્લોથ્સ વિશે નથી – તે કલ્ચર, કનેક્શન અને એક્સપિરિયન્સ વિશે છે. અમદાવાદનો નવો સ્ટોર આ દ્રષ્ટિકોણને જીવંત બનાવે છે. તમે અંદર આવો છો અને શ્રેષ્ઠ બ્રાન્ડ્સ, ક્યુરેટેડ કલેક્શન અને એક કાફે પણ મેળવો છો જે તેને ખરીદી જેટલી વાતચીત વિશે બનાવે છે. ગુજરાત માટે, આ ફક્ત બીજો સ્ટોર નથી – તે એક એવું સ્થળ છે જે ફેશનનો અનુભવ કેવી રીતે થાય છે તેના માટે બેન્ચમાર્ક સેટ કરે છે.”
આ લોન્ચ સાથે, આઇકોનિક સિંધુ ભવન રોડ ફ્લેગશિપ ભારતના સૌથી ગતિશીલ મલ્ટી-બ્રાન્ડ રિટેલર્સમાંના એક તરીકે આઇકોનિકની સ્થિતિને મજબૂત બનાવે છે, જે દેશમાં ફેશન અને જીવનશૈલીના અનુભવને આકાર આપે છે.
More Stories
અમદાવાદમાં નવા બિઝનેસ સેન્ટર સાથે ક્વોન્ટમ એએમસી એ પોતાની હાજરીનું વિસ્તરણ કર્યું
ફોર્જિંગ અને કાસ્ટિંગ કોમ્પોનન્ટ્સ નિર્માતા મુનિશ ફોર્જ લિમિટેડ તેના આઈપીઓ સબ્સ્ક્રિપ્શન ખોલવા માટે તૈયાર છે, જે રૂ. 74 કરોડ સુધી એકત્ર કરશે
ભારતના ગેમિંગ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, એસુસ આરઓજી એ વિજય સેલ્સ અલકાપુરી ખાતે આરઓજી શોડાઉનનું આયોજન કર્યું