તમને તમારા જીવનનો પહેલો “ઈન્ટરવ્યુ” યાદ છે?…. એ સમયે નર્વસનેસ, એકસાઈટમેન્ટ, ડર બધું જ એક સાથે આવી જાય. એક સામાન્ય વ્યક્તિની આ જ કથની સાથેની ફિલ્મ લઈને આવી રહ્યાં છે કલ્પના પ્રોડક્શન એલએલપી. ફળદુ સ્ટુડિયો અને રોડ્સ કોન્સ હેમર્સ સાથેના સહયોગથી બનેલ આ ફિલ્મનું નામ છે “ઈન્ટરવ્યુ”. પરીક્ષિત તમાલીયા, સોહ્ની ભટ્ટ, દેવાંગી ભટ્ટ જોશી, કમલ જોશી અને ચેતન દૈયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. એક કોમન મેનની વાત દર્શાવતી આ ફિલ્મ 13મી સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ અલગ પ્રકારની વાર્તા કિલ્લોલ પરમાર દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે.

“ઈન્ટરવ્યુ” એ એક સ્લાઈસ- ઓફ- લાઈફ ફિલ્મ છે જે નચિકેત (પરીક્ષિત તમાલીયા) એક માધ્યમ પરિવારમાંથી આવે છે અને તેના જીવનનો પ્રથમ ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યો હોય છે. નચિકેતને તેના પરિવારનું સંપૂર્ણ સમર્થન હોય છે, કારણ કે તે ઘણી રમૂજી પરંતુ પડકારજનક પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. સવારે ઉઠવાથી લઈને ઈન્ટરવ્યુનો સામનો કરવા સુધીના છ કલાકથી વધુ સમયની આ ફિલ્મ તેના ડર, સપના અને હ્રદયસ્પર્શી ક્ષણોને કેપ્ચર કરે છે જે જવાબદારી અને પ્રેમ તરફની તેની સફરને આકાર આપે છે. સોહ્ની ભટ્ટ પરીક્ષિત ટમાલિયાની ગર્લફ્રેન્ડનો રોલ કરે છે જેનું નામ હોય છે શીમોલી. સામાન્ય પરિવારની ખાટી- મીઠી ચડતી- પડતી માણવી હોય તો આ ફિલ્મ અચૂકથી જોજો.

13મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મમાં સામાન્ય પરિવારના સપનાઓ, ચિંતા, શાંતિ, ભવિષ્ય બધાનો જ સમન્વય છે.. તો ફિલ્મ નિહાળવા પહોંચી જજો સિનેમાઘરોમાં
More Stories
થ્રિલર ગુજરાતી ફિલ્મ “ભ્રમ” 16મી મેના રોજ થશે રિલીઝ : એક અનોખી ઇન્સ્ટાગ્રામ ગેમ સાથે મેકર્સે કરી પ્રમોશનની શરૂઆત
સાવનાથ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી લોકકથાથી પ્રેરિત હોરર ફિલ્મ “બહેરૂપિયો”નું પોસ્ટર રિલીઝ કરાયું
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિતએસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘’Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો