June 14, 2025

ઇસુઝુ મોટર્સ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી આઇ-કેર મોન્સૂન સર્વિસ કેમ્પ શરૂ કરવામાં આવ્યો

ગ્રાહકો 16 થી 21 જૂન 2025 સુધી તમામ ISUZU (ઇસુઝુ) અધિકૃત ડીલર સર્વિસ આઉટલેટ્સ પર આકર્ષક સેવા લાભો* મેળવી શકે છે.

11 જૂન 2025, ચેન્નાઈ: શ્રેષ્ઠ સેવા અને માલિકીનો ઉચ્ચ અનુભવ પ્રદાન કરવા માટે ISUZU ની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાના પ્રયાસમાં, ઇસુઝુ મોટર ઈન્ડિયા (Isuzu Motors India) તેના ISUZU D-MAX પિક-અપ્સ અને SUV ની શ્રેણી માટે રાષ્ટ્રવ્યાપી ‘ઇસુઝુ આઈ-કેર મોનસૂન કેમ્પનું આયોજન કરશે. આ સર્વિસ કેમ્પનો ઉદ્દેશ્ય તેના ગ્રાહકોને દેશભરમાં વરસાદની સિઝન દરમિયાન મુશ્કેલીમુક્ત ડ્રાઇવિંગ અનુભવ માટે આકર્ષક લાભો અને નિવારક જાળવણી તપાસ પ્રદાન કરવાનો છે.

‘ઇસુઝુ કેર’ ની આ પહેલ, મોનસૂન કેમ્પ 16 થી 21 જૂન 2025 (બંને દિવસો સહિત) દરમિયાન, તમામ ISUZU અધિકૃત ડીલર સેવા આઉટલેટ્સ પર આયોજિત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, ગ્રાહકો તેમના વાહનો માટે ખાસ ઑફર્સ અને લાભો પણ મેળવી શકે છે.

કેમ્પની મુલાકાત લેનારા ગ્રાહકોને નીચે મુજબની સુવિધાઓ મળશે: –

  • મફત 37-પોઇન્ટ વ્યાપક ચેક-અપ
  • લેબર પર 10% ડિસ્કાઉન્ટ*
  • ભાગો પર 5% ડિસ્કાઉન્ટ*
  • લ્યુબ્સ અને ફ્લુઇડ્સ પર 5% ડિસ્કાઉન્ટ*
  • રિટેલ RSA ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ*
  • મફત ‘REGEN’**
    નોંધ- *નિયમો અને શરતો લાગુ. **માત્ર BSVI વાહનો માટે.

ISUZU સ્થિત તમામ અધિકૃત સેવા સુવિધાઓ પર આ મોનસૂન કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં, અહિલ્યાનગર, અમદાવાદ, અંબિકાપુર, બેંગલુરુ, બરેલી, બાડમેર, ભટિંડા, ભાંડુપ, ભોપાલ, ભુવનેશ્વર, બિકાનેર, બિલાસપુર, કાલિકટ, છત્રપતિ સંભાજી નગર, ચેન્નઈ, કોઈમ્બતુર, દિબ્રુગઢ, દીમાપુર, દુર્ગાપુર, એર્નાકુલમ, ગાંધીધામ, ગુરૃગાંવ, હિસ્સોપુર, હિસ્સોપુર હુબલ્લી, હૈદરાબાદ, ઈન્દોર, ઈટાનગર, જયગાંવ, જયપુર, જલંધર, જમ્મુ, જોધપુર, કડપા, કરનાલ, ખમ્મામ, કોલાફુર, કોલકાતા, કોટ્ટાયમ, કુર્નૂલ, લેહ, લખનૌ, લુધિયાણા, મદુરાઈ, મંડી, મેંગલોર, મહેસાણા, મોહાલી, મૈસુર, નાગલુપુર, નવી દિલ્હી, નાગપુર, નાગપુર, નાગપુર પટના, પુણે, રાયપુર, રાજમુન્દ્રી, રાજકોટ, રત્નાગીરી, સતારા, શિવમોગા, સીકર, સિલ્લીગુડી, સોલાપુર, શ્રીનગર, સુરત, થ્રિસુર, તિરુનેલવેલી, તિરુપતિ, ત્રિચી, ત્રિવેન્દ્રમ, વડોદરા, વિજયવાડા અને વિસાકાપટ્ટનમ સામેલ છે.

ગ્રાહકો સર્વિસ બુકિંગ માટે નજીકના ઇસુઝુ ડીલર આઉટલેટ પર કૉલ કરી શકે છે અથવા https://www.isuzu.in/servicebooking.html ની મુલાકાત લઈ શકે છે. વધુ માહિતી માટે ગ્રાહકો 1800 4199 188 (ટોલ-ફ્રી) પર પણ સંપર્ક કરી શકે છે.