- ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે!
પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા એ IIFA એવોર્ડ્સ 2025 માં બેસ્ટ સપોર્ટિંગ ફિમેલ એક્ટર માટે એવોર્ડ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. શૈતાન ફિલ્મમાં તેમના દમદાર અને યાદગાર અભિનય માટે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ તેમને અનાયત કરવામાં આવ્યો છે.
આ એવોર્ડનો વિશેષ રોમાંચ એ છે કે બોલીવૂડના સુપરસ્ટાર અને કિંગ ઓફ બોલીવૂડ શાહરુખ ખાન દ્વારા જાનકી બોડીવાલાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ મંચ પર ગુજરાતની એક કલાકારને મળેલી આ માન્યતા સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.
જાનકી બોડીવાલાના આ અપાર સફળતાને ઉજવવા માટે, તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદ એરપોર્ટ પર લોકો ઉમટી પડ્યા હતા.
જાનકી બોડીવાલાની આ સિદ્ધિ માત્ર તેમને નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક મોટી ઉપલબ્ધિ છે. ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા મળે, એ દિશામાં આ એક મહત્વપૂર્ણ પગથિયું છે.
જાનકી બોડીવાલા ગુજરાત માટે એક પ્રેરણા બન્યા છે – તેમની મહેનત, પ્રતિભા અને અભિનયની નિપુણતા એ તેમની સફળતાનું રહસ્ય છે. ગુજરાતના તમામ લોકો માટે આ એક ખુશીની ક્ષણ છે.
More Stories
મુશ્કેલીને ત્રણ ગણી કરવા માટે તૈયાર થઈ જાઓ – કેમ કે ઓગી સોની YAY! પર પાછો આવ્યો છે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, કલર્સ કલાકારો તેમના માટે યોગનો અર્થ શું છે તે જણાવે છે
ફેલિસિટી થિયેટર પ્રસ્તુત કરે છે મેગ્નમ ઓપસ “હમારે રામ”, અમદાવાદમાં