• દીક્ષા જોશી એક અલગ જ અવતારમાં જોવા મળશે.
• ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો અનોખો સંગમ
ગુજરાત : અત્યારે ગુજરાતી સિનેમા જે શિખરે પહોંચ્યું છે તે જોતાં દર્શકો અવનવી ફિલ્મોની આશ લઈને બેઠા છે. એમાં પણ કોમેડીથી હટકે કાંઈક અલગ જ વિષય દર્શકોને તે ચોક્કસપણે આકર્ષે છે. એવી ઘણી ફિલ્મો આ વર્ષે આવી છે કે જેણે દર્શકોના દિલ અને દિમાગ પર અમીટ છાપ છોડી છે. આ ફિલ્મોની હરોળમાં અન્ય એક ફિલ્મનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે જેનું નામ છે “કાશી રાઘવ.” ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ આવતાં વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં રિલીઝ થવા માટે સુસજ્જ છે. દીક્ષા જોશી અને જયેશ મોરેની મુખ્ય ભૂમિકા દર્શાવતી આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. ફિલ્મની રિલીઝ જાહેર કરતું એક સત્તાવાર પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. ઘણાં સબંધો અને લાગણીઓથી ભરેલી આ એક ફિલ્મ છે.
દીક્ષા જોશી અને જયેશ મોરે સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂશ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. આ એક ગુજરાતી ફિલ્મ છે, પણ ગુજરાતની સાથે કોલકાત્તા બેકગ્રાઉન્ડ પણ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ચોક્ક્સપણે કહી શકાય કે “કાશી રાઘવ” હિન્દી ફિલ્મોને પણ ટક્કર આપશે. ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.
ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો સંબંધોની અને પ્રેમની જટિલતાઓ જોવા મળશે. દીક્ષા જોશીને એક અલગ જ અવતારમાં દર્શકો નિહાળશે. આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. ઉપરાંત, સિનેમેટોગ્રાફી પ્રતિક પરમાર દ્વારા કરવામાં આવી છે. ફિલ્મના પોસ્ટરમાં વારાણસીનું કાશી વિશ્વનાથનું મંદિર પણ જોવા મળે છે. ગુજરાત ઉપરાંત વારાણસી, કોલકાત્તામાં પણ આ ફિલ્મનું શૂટિંગ કરાયું છે. ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે. તો શું હશે ફિલ્મની સ્ટોરી અને શું હશે દીક્ષા જોશીનો અલગ અવતાર? આ બધું જ જાણવા દર્શકો ફિલ્મના ટીઝર અને ટ્રેલરમની આતુરતાથી વાટ જોઈ રહ્યાં છે.
More Stories
અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને?નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું
3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર લોન્ચ
દીક્ષા જોશી અને પીહૂશ્રી ગઢવીના અભિનય સાથે “નીંદરું રે” સોન્ગ માતૃત્વના ભાવનાત્મક રંગોથી રંગાયેલુ