અમદાવાદ : આર્ક ઈવેન્ટ્સ અને ડૉક્ટર મિતાલી નાગ દ્વારા વધુ એક ખૂબ સફળ કાર્યક્રમ. મેલોડી સોન્ગ્સ હંમેશા લોકોની પસંદ રહ્યાં છે અને એમાં પણ કોકિલ કંઠી સિંગર લતા મંગેશકર જી અને આશા ભોસલે જી દ્વારા સ્વરબદ્ધ કરાયેલ ગીતો હોય તો કોને સાંભળવા ના ગમે? આજે પણ તેમના ગવાયેલા ગીતોનો ચાર્મ અકબંધ છે. સપ્ટેમ્બર મહિનામાં લતાજી અને આશાજી બંનેનો જન્મદિવસ આવે છે, જેને અનુલક્ષીને થર્ડ આઈ માર્કેટિંગ દ્વારા આર્ક ઈવેન્ટ્સના સહયોગથી 8મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં આવેલ રાગ સ્ટુડિયો ખાતે “મેલોડી કવીન્સ ઈન ટેન્ડમ” મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ક ઈવેન્ટ્સના ફાઉન્ડર અને ઈન્ટરનેશનલ વર્સટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગ અને સિંગર ડૉ. પાયલ વખારિયાની જુગલબંધીએ લતાજી અને આશાજીના સુપ્રસિદ્ધ ગીતો ગાઈને ઉપસ્થિત સૌ કોઈ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડૉ. નિર્મલા સુનિલ વાધવાની ભૂતપૂર્વ મંત્રી (સ્ત્રી અને બાળવિકાસ, ગુજરાત સરકાર) અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સરોજ શર્મા, નેશનલ પ્રેસિડેન્ટ, વુમેન વિંગ, ભારતીય વેપાર મંડળ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે આ મ્યુઝિકલ કાર્યક્રમને બિરદાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મ્યુઝિકલ કાર્યક્રમમાં ઓર્કેસ્ટ્રા કુલદીપ પથિક અને તેમની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમના એન્કર લકી છાબરા રહ્યાં હતા.
ડૉ. મિતાલી નાગ દ્વારા આશાજીનું “ઈન આંખો કી મસ્તી” તથા લતાજીનું “યારા સિલી સિલી” સહીત અન્ય સુપ્રસિદ્ધ સોન્ગ અને ડૉ. પાયલ વખારિયા દ્વારા “મોસે છલ કિયે જાયે” સહીત અનેક ગીતો દ્વારા આ સાંજ એકદમ સંગીતમય બની ગઈ હતી.
હાલના સમયમાં પણ લોકોને લાઈવ મ્યુઝિક અને કોન્સર્ટ સાંભળવા ગમે છે અને એમાં પણ મેલોડી સોંગની ઓડિયન્સ તો ઘણી છે તેથી આ પ્રકારના મ્યુઝિકલ કાર્યક્રમો એક અલગ જ ઉર્જા આપે છે અને નાના- મોટાં સૌ કોઈને આકર્ષે છે.
More Stories
થ્રિલર ગુજરાતી ફિલ્મ “ભ્રમ” 16મી મેના રોજ થશે રિલીઝ : એક અનોખી ઇન્સ્ટાગ્રામ ગેમ સાથે મેકર્સે કરી પ્રમોશનની શરૂઆત
સાવનાથ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી લોકકથાથી પ્રેરિત હોરર ફિલ્મ “બહેરૂપિયો”નું પોસ્ટર રિલીઝ કરાયું
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિતએસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘’Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો