અમદાવાદ, 08 નવેમ્બર 2025 :
ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે “સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળા, પ્રદર્શની તથા મલ્ટીમીડિયા શૉનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 11 થી 14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, મેમનગર, અમદાવાદ ખાતે યોજાશે. આ માહિતી ભારતીય વિચાર મંચના મહામંત્રી શ્રી ઇશાન જોશી દ્વારા તેમના સત્તાવાર પ્રેસ નિવેદનમાં આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં પ્રદર્શની અને મલ્ટિમીડિયા શોનું લોકાર્પણ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 11 નવેમ્બર 2025ના રોજ સાંજે 5.30 કલાકે થશે. આ પ્રસંગે સંઘના વરિષ્ઠ વિચારકો, પ્રજ્ઞા પ્રવાહ અને ભારતીય વિચાર મંચના પ્રતિનિધિઓ તેમજ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને સમાજના પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહેશે.
વ્યાખ્યાનમાળાની વિશેષતા : વ્યાખ્યાનમાળામાં દેશના અગ્રણી વિચારકો અને . સંઘના વરિષ્ઠ સહસરકાર્યવાહ શ્રી ડૉ કૃષ્ણગોપાલ, શ્રી સી આર મુકુંદ, શ્રી અતુલ લિમયે અને શ્રી આલોક કુમાર દ્વારા સંઘના નેતૃત્વકર્તાઓ આદ્યસરસંઘચાલક પૂ. ડૉ હેડગેવારથી લઈને વર્તમાન સરસંઘચાલક પૂ. મોહનરાવ ભાગવત સુધીના તમામના કાર્યકાળમાં સંઘની દિશા અને તેમની ભૂમિકા અંગેની ચર્ચા કરવામાં આવશે. જેથી સમાજના પ્રબુદ્ધજનો, શોધકર્તાઓ – અધ્યેતાઓ સંઘ અને તેના વિશેની માહિતી વિગતે સમજી શકે. આ પ્રસંગે ગુજરાતભરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ઉદ્યોગકારો, મીડિયાના મિત્રો, શિક્ષણવિદો, ચાર્ટર્ડ એકાઉન્ટૅન્ટ્સ, ધારાશાસ્ત્રીઓ, ડોક્ટર્સ જેવા પ્રોફેશનલ્સ અને રાજકીય – શાસકીય, ધાર્મિક – સાંપ્રદાયિક ક્ષેત્રના અનેક મહત્વપૂર્ણ નામાંકિત વ્યક્તિવિશેષ ઉપસ્થિત રહેશે. સંઘના શતાબ્દીવર્ષ નિમિત્તે વિશેષ કાર્યક્રમ હોવાથી સંઘના પ્રાંત, ક્ષેત્ર અને અખિલ ભારતીય સ્તરના અનેક પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
પ્રદર્શની અને મલ્ટીમીડિયા શૉ : “સંઘની શતાબ્દી યાત્રા” પ્રદર્શનીમાં દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ, દુર્લભ આર્કાઇવ્સ અને સંઘના મહાનાયકોના વિચારોનું દૃશ્યરૂપે પ્રદર્શન થશે. સંઘનો સ્વાધીનતા સંગ્રામમાં ફાળો અને ભૂમિકા, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર અને કનૈયાલાલ મુનશી જેવા યુગનાયકો સાથેના સંઘના મુજબુત સંબંધો, સેવાકાર્યો અને રાષ્ટ્રજીવનના વિવિધ આયામોમાં સંઘના યોગદાન અંગેની માહિતી સાથે જ મલ્ટીમીડિયા શૉ દ્વારા સંઘની સ્થાપનાથી આજદિન સુધીના પ્રેરણાસ્પદ પ્રસંગો, ભારતના રાષ્ટ્રનિર્માણમાં સંઘના યોગદાન અને વૈશ્વિક સ્તરે તેની સકારાત્મક અસરનું દૃશ્ય-શ્રાવ્ય પ્રદર્શન કરવામાં આવશે.
વિશેષ આનંદના સમાચાર : કાર્યક્રમ દરમિયાન ભારત સરકારની ટંકશાળ (મિન્ટ), મુંબઈ દ્વારા “100 Years of RSS” સ્મારક સિક્કાના વિશેષ વેચાણ કેન્દ્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આ અવસરને વધુ ઐતિહાસિક બનાવશે. મંચ સમાજના સૌ આ પ્રકારના સિક્કાઓને સંગ્રહિત કરવાના ઈચ્છુક મિત્રોને મુલાકાત લેવા માટે વિશેષ આમંત્રિત કરે છે.
આયોજકોનો સંદેશ : “સંઘના શતાબ્દી વર્ષ એ માત્ર એક સંસ્થા માટે નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઉદ્દબોધનનો પ્રસંગ છે. આ કાર્યક્રમ દ્વારા સંઘની મૂલ્યપ્રેરિત યાત્રાને સમજી રાષ્ટ્રજીવનમાં નવો ઉત્સાહ અને વૈચારિક શક્તિ નિર્માણ થાય એ અમારો ઉદ્દેશ છે.”
ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન ગુજરાતના બધા જ પ્રબુદ્ધજનોને આમંત્રિત કરે છે આ વિશેષ કાર્યક્રમની મુલાકાત લેવા માટે દિ. 11 નવેમ્બરના રોજ સાંજે 5.00 થી શરૂ કરીને 12 – 13 – 14 નવેમ્બર દરમિયાન રોજ બપોરે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધી પ્રદર્શની, મલ્ટિમીડિયા શૉ અને વ્યાખ્યાનમાં સહભાગી થઈ શકાશે.
ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે “સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળા, પ્રદર્શન તથા મલ્ટીમીડિયા શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 11 થી 14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, મેમનગર, અમદાવાદ ખાતે યોજાશે.
કાર્યક્રમમાં પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોનું લોકાર્પણ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 11 નવેમ્બર 2025ના રોજ સાંજે 5.30 કલાકે થશે. આ પ્રસંગે સંઘના વરિષ્ઠ વિચારકો, પ્રજ્ઞા પ્રવાહ અને ભારતીય વિચાર મંચના પ્રતિનિધિઓ તેમજ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને સમાજના પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહેશે.
વ્યાખ્યાનમાળાની વિશેષતા : વ્યાખ્યાનમાળામાં દેશના અગ્રણી વિચારકો અને . સંઘના વરિષ્ઠ સહસરકાર્યવાહ શ્રી ડૉ કૃષ્ણગોપાલ, શ્રી સી આર મુકુંદ, શ્રી અતુલ લિમયે અને શ્રી આલોક કુમાર દ્વારા સંઘના નેતૃત્વકર્તા આદ્ય સરસંઘચાલક પૂ. ડૉ હેડગેવારથી લઈને વર્તમાન સરસંઘચાલક પૂ. મોહનરાવ ભાગવત સુધીના તમામના કાર્યકાળમાં સંઘની દિશા અને તેમની ભૂમિકા અંગેની ચર્ચા કરવામાં આવશે. જેથી સમાજના પ્રબુદ્ધજનો, શોધકર્તાઓ – અધ્યેતાઓ સંઘ અને તેના વિશેની માહિતી વિગતે સમજી શકે. આ પ્રસંગે ગુજરાતભરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ઉદ્યોગકારો, મીડિયાના મિત્રો, શિક્ષણવિદો, ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ, ધારાશાસ્ત્રીઓ, ડોક્ટર્સ જેવા પ્રોફેશનલ્સ અને રાજકીય – શાસકીય, ધાર્મિક – સાંપ્રદાયિક ક્ષેત્રના અનેક મહત્વપૂર્ણ નામાંકિત વ્યક્તિ વિશેષ ઉપસ્થિત રહેશે. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિશેષ કાર્યક્રમ હોવાથી સંઘના પ્રાંત, ક્ષેત્ર અને અખિલ ભારતીય સ્તરના અનેક પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
પ્રદર્શની અને મલ્ટીમીડિયા શૉ : “સંઘની શતાબ્દી યાત્રા” પ્રદર્શનીમાં દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ, દુર્લભ આર્કાઇવ્સ અને સંઘના મહાનાયકોના વિચારોનું દૃશ્ય રૂપે પ્રદર્શન થશે. સંઘનો સ્વાધીનતા સંગ્રામમાં ફાળો અને ભૂમિકા, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર અને કનૈયાલાલ મુનશી જેવા યુગનાયકો સાથેના સંઘના મજબૂત સંબંધો, સેવાકાર્યો અને રાષ્ટ્ર જીવનના વિવિધ આયામોમાં સંઘના યોગદાન અંગેની માહિતી સાથે જ મલ્ટીમીડિયા શો દ્વારા સંઘની સ્થાપના થી આજદિન સુધીના પ્રેરણાસ્પદ પ્રસંગો, ભારતના રાષ્ટ્ર નિર્માણમાં સંઘના યોગદાન અને વૈશ્વિક સ્તરે તેની સકારાત્મક અસરનું દૃશ્ય-શ્રાવ્ય પ્રદર્શન કરવામાં આવશે.
વિશેષ આનંદના સમાચાર : કાર્યક્રમ દરમિયાન ભારત સરકારની ટંકશાળ (મિન્ટ), મુંબઈ દ્વારા “100 Years of RSS” સ્મારક સિક્કાના વિશેષ વેચાણ કેન્દ્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આ અવસરને વધુ ઐતિહાસિક બનાવશે. મંચ સમાજના સૌ આ પ્રકારના સિક્કાઓને સંગ્રહિત કરવાના ઈચ્છુક મિત્રોને મુલાકાત લેવા માટે વિશેષ આમંત્રિત કરે છે.
આયોજકોનો સંદેશ : “સંઘના શતાબ્દી વર્ષ એ માત્ર એક સંસ્થા માટે નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઉદ્દબોધનનો પ્રસંગ છે. આ કાર્યક્રમ દ્વારા સંઘની મૂલ્ય પ્રેરિત યાત્રાને સમજી રાષ્ટ્ર જીવનમાં નવો ઉત્સાહ અને વૈચારિક શક્તિ નિર્માણ થાય એ અમારો ઉદ્દેશ છે.”
ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન ગુજરાતના બધા જ પ્રબુદ્ધજનોને આમંત્રિત કરે છે આ વિશેષ કાર્યક્રમની મુલાકાત લેવા માટે દિ. 11 નવેમ્બરના રોજ સાંજે 5.00 થી શરૂ કરીને 12 – 13 – 14 નવેમ્બર દરમિયાન રોજ બપોરે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધી પ્રદર્શન, મલ્ટીમીડિયા શો અને વ્યાખ્યાનમાં સહભાગી થઈ શકાશે.

More Stories
આફ્રિકાથી અમદાવાદ : સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં રોબોટિક સ્પાઇન સર્જરી દ્વારા 14 વર્ષની છોકરીએ સ્કોલિયોસિસને મ્હાત આપી
દિવાળી પહેલાંની ઝગમગ સાંજ – ટાફ પરિવારનો અનોખો સ્નેહમિલન
“JITO લેડીઝ વિંગ”ની નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે યોજાઈ