અમદાવાદ : વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ છેલ્લા 107વર્ષથી માનવસેવામાં અગ્રેસર રહી છે. આજે 200 થી વધુ દેશોમાં અને 14 લાખથી વધુ સભ્યો સાથે લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, યુવાનોના સર્વાંગી વિકાસ તથા માનવજાતના કલ્યાણ માટે અવિરત સેવાઓ આપી છે. આ સંસ્થા દ્વારા સમાજના દરેક વર્ગ માટે આરોગ્ય સેવાઓ, ડાયાબિટીસ નિયંત્રણ, પર્યાવરણ સુરક્ષા, આંખની સંભાળ, ભૂખ્યા અને ગરીબો માટે ભોજન તથા ફૂડ પેકેટનું વિતરણ, ડ્રગ અવેરનેસ કેમ્પ, યુવાનો માટે ચરિત્ર નિર્માણ અને લીડરશિપ પ્રોગ્રામ, કૅન્સર નિદાન તથા મેન્ટલ હેલ્થ અવેરનેસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સંસ્થાના ભાવિ આયોજનો અંગે વાત કરવા આયોજિત કાર્યક્રમમાં અનુજ મહેતા (MCC), અનિલ અગ્રવાલ (GAT એરિયા લીડર), સુનિલ ગુગલિયા (PMCC અને GMT), વિકાસ જૈન (ભૂતપૂર્વ કાઉન્સિલ સેક્રેટરી/ GET) એ માહિતી આપી.
ભારતમાં લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ અનેક હોસ્પિટલો, શાળાઓ, બ્લડ બેન્કો અને આંખની હોસ્પિટલો સ્થાપીને લાખો લોકોના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવ્યો છે. સતત નવીન સેવાઓ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે આ સંસ્થા અગ્રેસર રહી છે.

અમદાવાદમાં લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ દ્વારા અનેક સેવા મંદિરો કાર્યરત છે, જેમાં લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આંખની હોસ્પિટલ (ઓગણજ), લાયન્સ કોમ્યુનિટી હોલ (મીઠાખળી), લાયન્સ ફિઝિયોથેરાપી સેન્ટર (મીઠાખળી), એલએમએલ સ્કુલ (ઓગણજ), લાયન્સ ક્લબ ઓફ નરોડા શાળા સંકુલ (નરોડા), દિગ્વિજયનગર લાયન્સ ફાઉન્ડેશન – વિશ્રાંતિગૃહ, અન્નપૂર્ણા કેન્દ્ર દવા સહાય કેન્દ્ર, લાયન્સ બ્લડ બેન્ક- ઓગણજ,લાયન્સ ડાયાલીસીસ સેન્ટર- ઓગણજ, રોહિત મહેતા મેડિકલ હબ – એલિસબ્રિજ, લાયન્સ આવકાર ફિઝિયોથેરાપી કોલેજ ફોર બ્લાઇન્ડ, જનરલ હોસ્પિટલ પાલનપુર અને વિરમગામનો સમાવેશ થાય છે.
લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલનો ધ્યેય છે કે સમાજના દરેક વર્ગના લોકો સુધી સેવા પહોંચે અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે. આ માટે દરેક વ્યક્તિ જો લાયન્સ ક્લબ સાથે જોડાય તો તે સમાજના સર્વાંગી વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી શકે છે. વધુ લાયન… વધુ લોકો… વધુ સેવા – આ સૂત્ર સાથે લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ સમાજની ઉન્નતિ માટે સતત કાર્યરત છે.
More Stories
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટનમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ
“લિટરેચર અને સિનેમા” ના સંગમ સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 10મી ભવ્ય એડિશન 11-12 ઓક્ટોબરે યોજાશે
અમદાવાદમાં નવા બિઝનેસ સેન્ટર સાથે ક્વોન્ટમ એએમસી એ પોતાની હાજરીનું વિસ્તરણ કર્યું