January 13, 2026

મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ, બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન

•             હોલ તથા અતિથિ નિવાસનું લોકાર્પણ અને સાથે જ પોથીયાત્રા, જયા કિશોરીજીના પ્રવચન, સાઈરામ દવેના કાર્યક્રમ

• 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી દરમિયાન ધાર્મિક કાર્યક્રમ આયોજિત

અમદાવાદ : મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા–નવાગામ રોડ, નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથીયાત્રા તેમજ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીજીનું  ‘નાનીબાઈ કી માયરે કી કથા”નું ધાર્મિક પ્રવચન પણ યોજાયું હતું,  ધાર્મિક લોકો જોડાયા હતા. 3 દિવસના કાર્યક્રમ અંગે ગીરીશભાઈ રાઠી – કાર્યકારી અધ્યક્ષ – મહેશ ધામ એ આપી હતી. સાથે જ પૂજ્ય દંડીસ્વામી શ્રી જિતેન્દ્રાનંદ સરસ્વતી, રાષ્ટ્રીય મહામંત્રી, અખિલ ભારતીય સંત સમિતિ, જનરલ સેક્રેટરી: ગંગા મહાસભા, વારાણસી ઉપસ્થિત રહ્યાં હતા. સમાજના અગ્રણીઓએ સંપૂર્ણભાવથી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેનત કરી છે. પ્રથમ દિવસે માહેશ્વરી સમાજના આશરે 5000 લોકોએ હાજરી આપી હતી.

 પ્રથમ દિવસ – શુક્રવાર, 2 જાન્યુઆરી 2026 : કાર્યક્રમના પ્રથમ દિવસે મહેશધામ ખાતે પવિત્ર પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ નવનિર્મિત “હોલ અને અતિથિ નિવાસ (અતિથિ નિવાસ)નું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ દિવસે પ્રખ્યાત આધ્યાત્મિક પ્રવચનકાર શ્રીમતી જયા કિશોરીજીના ધાર્મિક પ્રવચન દ્વારા કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવ્યું હતું. આ અવસરે સાંજે ભજન કલાકાર શ્રી હર્ષ માળી સાથે ભજન સંધ્યાનું આયોજન કરાયું.

દ્વિતીય દિવસ – શનિવાર, 3 જાન્યુઆરી 2026-  કાર્યક્રમના બીજા દિવસે જાણીતા વક્તા અને પ્રેરક વ્યક્તિત્વ શ્રી સાઈરામ દવેનો વિશેષ કાર્યક્રમ યોજાશે. આ સાથે બાબા નંદલાલજીની પણ ઉપસ્થિતિ રહેશે. આ દિવસ દરમ્યાન ધાર્મિક તથા પ્રેરણાદાયક કાર્યક્રમો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેવી અપેક્ષા છે. આ દિવસે શિવાજી મહારાજના જીવન પર નાટ્યપ્રસ્તુતિ- ગુરુજી કી પાઠશાળાનું દ્વારા આયોજન કરાશે.

તૃતીય દિવસ – રવિવાર, 4 જાન્યુઆરી 2026-  ત્રીજા અને અંતિમ દિવસે મમુખ્ય અતિથિઓ દ્વારા ભામાશાઓનું સન્માન પણ કરાશે. આ અવસરે શ્રી જય વસાવડાની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમજ જયા કિશોરીજી ફરી એકવાર પોતાના પ્રેરણાદાયક ધાર્મિક પ્રવચન દ્વારા ભક્તોને માર્ગદર્શન આપશે.

ત્રણ દિવસીય આ સમગ્ર કાર્યક્રમ મહેશધામના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉદ્દેશોને વધુ મજબૂત બનાવશે. આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં જોડાશે તેવી અપેક્ષા છે.