February 27, 2026

મંત્રા ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં  ‘પિચકારી સ્પ્લેશ’ હોળી પાર્ટીનું આયોજન : બરસાનાની પરંપરા અને આધુનિક મ્યુઝિકનો અનોખો સંગમ

રંગોના પર્વ હોળી-ધૂળેટીની ઉજવણીને યાદગાર બનાવવા માટે અમદાવાદના આંગણે એક ભવ્ય મનોરંજન કાર્યક્રમ  ‘પિચકારી સ્પ્લેશ – બરસાને કી હોલી’ નું આયોજન 4 માર્ચના રોજ શુભ ફાર્મ, એલ.જે. યુનિવર્સિટીની પાસે, મકરબા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. કરવામાં આવ્યું છે. મંત્રા ઇવેન્ટ્સ (Mantra Events) પ્રસ્તુત આ ઈવેન્ટમાં અમદાવાદીઓને રાધા-કૃષ્ણની ભક્તિ, રંગોનો આનંદ અને સંગીતના તાલે ઝૂમવાની સુવર્ણ તક મળશે. આ અંગે મંત્રા ઈવેન્ટ્સના ફાઉન્ડર રોનક મકવાણાએ માહિતી આપી હતી અને સાથે જ કિરણ મકવાણા, વત્સલ નાયક, હર્ષ જમાદાર, પરમ વ્યાસ અને વિજય લાબાણા એ માહિતી આપી હતી. સાથે જ ડીજે અજા (AJA) એ પણ હોળી માટે ટ્રેન્ડિંગ મ્યુઝિક અંગે માહિતી આપી હતી.

આ ભવ્ય ઇવેન્ટના મુખ્ય આયોજક રોનક મકવાણા છે, જેમણે આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે વિશેષ તૈયારીઓ કરી છે. આ આયોજનને સફળ બનાવવા માટે કે.ડી. ઇવેન્ટ, વ્યાસ ઇવેન્ટ, ટીમ મેકર પ્રોડક્શન અને સન ઓફ જમાદાર દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો છે, જે આ ઇવેન્ટને વધુ ભવ્ય અને વ્યવસ્થિત બનાવે છે. અહીં આવનાર દરેક વ્યક્તિને એક સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ મળી રહે તે માટે આયોજકો દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી છે. આશરે 15,000 લોકોની ક્ષમતા ધરાવતા વિશાળ ઓપન ગ્રાઉન્ડ પર આયોજિત આ ઇવેન્ટમાં 10,000 થી 12,000 લોકોની ઉપસ્થિતિની અપેક્ષા છે. આ સાથે જ સેલ્ફી ઝોન અને વિવિધ ફૂડ સ્ટોલ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે યુવા વર્ગ અને પરિવારો માટે સંપૂર્ણ મનોરંજન પૂરું પાડશે.

આ ઇવેન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં અમદાવાદની સૌથી મોટી સ્વિમિંગ પૂલ હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જે યુથ અને ફેમિલી માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સાથે જ ઈન્ટરનેશનલ ડીજે અજા (AJA)ના મ્યુઝિકના તાલે લોકો બોલીવુડ, એડિએમ (EDM), રોક અને સૂફી સંગીત પર ઝૂમી શકશે. આ ઈવેન્ટમાં બરસાનાની હોળીની પરંપરાને આધુનિક લક્ઝરી પ્રોડક્શન સાથે જોડીને એક અનોખો એક્સપિરિયન્સ મળશે.

આયોજકોનું મુખ્ય લક્ષ્ય એક સુરક્ષિત અને શિસ્તબદ્ધ વાતાવરણ પૂરું પાડવાનું છે, જેના માટે સીસીટીવી સર્વેલન્સ, પ્રોપર સિક્યુરિટી ટીમ અને સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં માત્ર ઓર્ગેનિક અને સ્કીન-ફ્રેન્ડલી રંગોનો જ ઉપયોગ કરવામાં આવશે, અને કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ઇવેન્ટમાં સ્વચ્છતા અને પર્યાવરણનું ખાસ ધ્યાન રાખતા પાણીના મર્યાદિત અને નિયંત્રિત ઉપયોગ સાથે પ્રોપર ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ ઇવેન્ટ બાદ સફાઈ માટે ખાસ ટીમ પણ તૈનાત રહેશે. આ કાર્યક્રમ માટે સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા જરૂરી તમામ મંજૂરીઓ તેમજ NOC મેળવી લેવામાં આવી છે અને તમામ સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં રેઈન ડાન્સ, કલર બ્લાસ્ટ અને રાધા-કૃષ્ણ થીમ આધારિત વિશેષ પ્રદર્શન પણ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે. કાર્યક્રમ વિશેની વધુ વિગતો અને વિઝ્યુઅલ્સ જોવા માટે ઇન્સ્ટાગ્રામ પર મંત્રા ઇવેન્ટ્સના પેજની મુલાકાત લઈ શકાય છે. આયોજક રોનક મકવાણાએ તમામ અમદાવાદીઓને આ ફેસ્ટિવલમાં જોડાઈને હોળીના પર્વને ભવ્યતાથી ઉજવવા માટે આમંત્રણ પાઠવ્યું છે.