November 5, 2025

મિસરી ગુજરાતી ભાષા ની એક અલગ જ પ્રકારની અદ્ભૂત રોમેન્ટિક લવ સ્ટોરી

માનસીની અભિવ્યક્તિ અને રોનકની નેચરલ એક્ટિંગ ફિલ્મને જીવંત બનાવે છે. ફોટોગ્રાફર અર્જુન (રોનક કામદાર) અને પોટરી ઇન્સ્ટ્રક્ટર પૂજા (માનસી પારેખ) જેવા બે સર્જનાત્મક પાત્રોની વચ્ચેનો પ્રેમ — નવા વિષય સાથે જોવા મળે છે. સંગીત, લોકેશન અને કેમેરાવર્કે મૂવીને વધુ  દર્શાવે દર્શાવે છે.જ્યારે પૂજા અને સંબંધ બગડી રહ્યો હોય છે ત્યારે કિસ્મત બંનેની ધાર અને ધીરજનું પરીક્ષણ કરે છે.અવની ના પાત્ર માં પ્રિન્સી પ્રજાપતિ જે બાળ કલાકાર છે તેને પણ ખુબ જ અદભુત એકટીંગ કરી છે.પ્રેમ ગઢવી(જીગ્નેશ) એ ફિલ્મમાં સહાયક ભૂમિકામાં દેખાય છે. પ્રેમ ગઢવી(જીગ્નેશ) તેની પણ એકટીંગ ખુબ જ સારી છે તેને સમજાવ્યું છે મિત્ર માટે કોઈ પણ હદ સુધી જય શકાય છે.સિનિયર લેજેન્ડ એક્ટર ટીકુ તલસાણીયા ખુબ જ અલગ પ્રકાર ના રોલ માં જોવા મળ્યા હતા.ગુજરાતી સિનેમામાં ટીકુ તલસાણીયા પારંપરિક રીતે ચાલતા હાસ્ય અભિનય માટે જાણીતા છે. માનસી પારેખ અને રોનક કામદારની  જોડીએ ફિલ્મને જીવંત બનાવી દીધી છે. બંનેની વચ્ચેની નૅચરલ કેમિસ્ટ્રી, હાસ્ય અને ભાવુક પળો વચ્ચેનું સંતુલન, પ્રેક્ષકોને શરૂઆતથી અંત સુધી જોડાયેલ રાખે છે. સહ કલાકારોમાં ટીકૂ તલસાણિયા, પ્રેમ ગઢવી, હિતુ કનોડિયા, અને કૌસંભી ભટ્ટની હાજરી ફિલ્મને વધુ મજબૂત બનાવે છે.

સ્ટોરી:-

ફિલ્મ ની સ્ટોરી ની વાત કરીએ તો પૂજા અને અર્જુન ડેસ્ટિનેશન વેડિંગ માં મળે છે.જેઓની અચાનક થયેલી મુલાકાત એક ટૂંકી રોમાન્સથી શરૂ થઈને સાચા પ્રેમમાં ફેરવાય છે.પરંતુ સમય અને પરિસ્થિતિઓના તોફાનમાં તેમનો સંબંધ કેવી રીતે ટકે છે, એ જ ફિલ્મનો ભાવનાત્મક કેન્દ્ર છે.ઈન્ટરવલ  પહેલા ફિલ્મ હળવી અને આનંદદાયક છે, જ્યારે ઈન્ટરવલ બાદ ભાવનાત્મક ઊંડાણ વધારે જોવા મળે છે.

કુશલ એમ. નાયકની દિગ્દર્શન શૈલી સરળ અને અસરકારક છે. તેમણે પ્રેમને સામાન્ય જીવનની દૃષ્ટિએ રજૂ કર્યો છે – ક્યાંક હળવા હાસ્યમાં, ક્યાંક હૃદયસ્પર્શી લાગણીઓમાં.

ફિલ્મનું સંગીત અને સિનેમેટોગ્રાફી તેની તાકાત છે – દરેક ફ્રેમમાં એક મીઠાશ છે, જે ફિલ્મના શીર્ષક “મિસરી”ને ન્યાય આપે છે.

ફિલ્મની મૂળ માહિતી

નિર્દેશક: કુશલ એમ. નાયક

કલાકારો: માનસી પારેખ (પૂજા), રોનક કામદાર (અર્જુન), ટીકૂ તલસાણિયા (સેમ), પ્રેમ ગઢવી(જીગ્નેશ),પ્રિન્સી પ્રજાપતિ(અવની)

જોનર : રોમેન્ટિક / કોમેડી

રિલીઝ તારીખ: ૩૧ ઑક્ટોબર ૨૦૨૫

સમયગાળો: અંદાજે ૨ કલાક ૩૫ મિનિટ

રેટિંગ: 4.5/5