December 23, 2024

20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “સતરંગી રે”નું ટાઈટલ સોન્ગ “સતરંગી રે” અને વેડિંગ સોન્ગ “તોરણ બંધાવો” રીલીઝ થયા…

ગોલટચ એન્ટરટેઇનમેન્ટ અને T3 પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ રાજ બાસીરા અને વિપુલ એમ. ગાંગાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ ફિલ્મ “સતરંગી રે” 20મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.  તાજેતરમાં આ ફિલ્મના  2 સોન્ગ્સ રીલીઝ  કરવામાં આવ્યા છે. એક ટાઇટલ સોન્ગ અને બીજુ  “તોરણ બંધાવો”  છે. ટાઇટલ સોન્ગ એ એ રોમેન્ટિક સોન્ગ છે અને “તોરણ બંધાવો” એ એક વેડિંગ સેલિબ્રેશન સૉન્ગ છે. બંને સોંગ્સને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં રાજ બાસીરા અને કથા પટેલ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. “સતરંગી રે” સોન્ગ ચેતન ફેફરના અવાજમાં સ્વરબધ્ધ છે અને ટીનુ અરોરા દ્વારા કમ્પોઝ કરાયું છે. અને ઇર્શાદ દલાલે લખ્યુ છે. આ સોંગની એક એક લાઈન હૃદયને સ્પર્શી જાય તેમ છે.

 “તોરણ બંધાવો” સોન્ગ  ઐશ્વર્યા મજમુદાર અને જીગરદાન ગઢવીના અવાજમાં સ્વરબદ્ધ છે જે ગુજરાતી મ્યુઝિક લવર્સને જરૂરથી પસંદ આવશે. ડીજે ક્વિડ અને ગૌરવ ઢોલા દ્વારા કમ્પોઝ કરાયેલ આ સોન્ગના શબ્દો જીત ચૌહાણ દ્વારા લિખિત છે. વેડિંગ થીમ સોંગની કોરિયોગ્રાફી પરાગ ચૌધરી દ્વારા કરવામાં આવી છે. ગ્રાન્ડ વેડિંગ બેકડ્રોપ સાથે સેટ થયેલ આ ફિલ્મના લેખક, અને નિર્દેશક  ઈર્શાદ દલાલ છે.

રાજ બાસીરા અને કથા પટેલ સાથે આ ફિલ્મમાં ભાવિની જાની, મેહુલ બુચ, પ્રશાંત બારોટ, રાગી જાની, જિગ્નેશ મોદી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો આ ફિલ્મમાં ચાર ચાંદ ઉમેરે છે. આ એક સંપૂર્ણ પારિવારિક ડ્રામા ફિલ્મ છે.

આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે…ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા અને પાંચથી વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલીવુડના રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર શ્રી ઈર્શાદ દલાલ આ ફિલ્મના  રાઇટર ડાયરેક્ટર છે. અને આ ફિલ્મના પ્રોડ્યુસર છે ગોલ્ડ ટચ એન્ટરટેનમેન્ટ લિમિટેડનાં ઓનર  રાજ બાસીરા અને ,વિપુલભાઈ ગાંગાણી…એમની સાથે કો પ્રોડ્યુસરમાં ટી-3 પ્રોડક્શન હાઉસનાં શ્રી ડો. તરૂણ ટંડેલ અને એમના પાર્ટનર શ્રી દિનેશ માંગુકિયા જોડાયેલા છે..

આપણી સંસ્કૃતિ અને મધુર સંગીતને  સાર્થક કરતી આ ફિલ્મને નિહાળવા પહોંચી જજો 20 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં.