December 23, 2024

અમદાવાદની એમ આર ઓર્ગેનાઇઝેશનનું રૂ. 115 કરોડમાં એકવીઝીશન કરતી સેટ ઈન્ડસ્ટ્રીઝ

અમદાવાદ :- અમદાવાદ સ્થિત 40 વર્ષથી કાર્યરત કંપની અને 230 જેટલા ધરાવતી, એર કોમ્પ્રેસર અને તેની સર્વિસ માં મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કામ કરતી એમ આર ઓર્ગેનાઈઝેશન 90 ટકા હિસ્સો એટલે કે રૂ.115 કરોડમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપની સેટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે હસ્તગત કર્યો છે. અમદાવાદની એમ આર ઓર્ગેનાઈઝેશન લિમિટેડ કંપની દેશના 29 રાજ્યોમાં તેની હાજરી અને વિદેશોમાં ત્રણ સીયડરી યુએસ યુકે બેલ્જિયમમાં ધરાવે છે,75 દેશોમાં એક્સપોર્ટ કરે છે, અમદાવાદની એમ આર ઓર્ગેનાઇઝેશન લિમિટેડને હસ્તગત કરનારી કંપની એ સ્ટોક એક્સચેન્જ ને પણ આજે આ એક્વીઝિશન અંગે જાહેરાત કરી છે. આઇબી ગ્રીડે આ ડીલ માટે એમઆર ઓર્ગેનાઈઝેશન લિમિટેડની ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સલાહકાર હતી.

એમઆર ઓર્ગેનાઈઝેશન લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર મયુર કામદાર “SAT જૂથ સાથે મળીને, અમે નવીનતા લાવવા અને ભારત અને વિદેશમાં અમારી બજારની પહોંચને વિસ્તૃત કરવા માટે અમારી સંયુક્ત કુશળતાનો લાભ લઈશું..

આઇબી ગ્રીડના ડો. મયંક પટેલે જણાવ્યું હતું કે, એમ આર ઓર્ગેનાઇઝેશન ને રૂ. 115.47 કરોડમાં એકવીઝીશન કરી રહી છે, જે સેટ ઈન્ડસ્ટ્રીઝ એ 4 તબક્કામાં કંપનીના 90% હિસ્સા માટે ટ્રાન્ઝેક્શન મૂલ્ય છે. સમગ્ર વ્યવહાર સેટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના આંતરિક ઉપાર્જન દ્વારા સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડવામાં આવશે. પ્રથમ તબક્કામાં 51% હિસ્સો હસ્તગત કરવામાં આવશે, ત્યારબાદ એમઆર ઓર્ગેનાઇઝેશનએ સેટ લિમીટેડ ની સામગ્રી સબસિડિયરી બનશે.
SAT ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર શ્રી અસદ દાઉદ, એમઆર ઓર્ગેનાઈઝેશનને હસ્તગત કરવાથી અમારી નાણાકીય કામગીરીમાં સુધારો થશે અને અમે માનીએ છીએ કે આ સંપાદન અમારા તમામ હિસ્સેદારોને લાંબા ગાળાના લાભમાં ફાળો આપશે.