- બરોડા મેનેજમેન્ટ એસોસિએશનની વર્ષ 2025 -26 માટેની નવી ટીમ જાહેર કરાઈ
બરોડા,2025 :- બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના સાડા ત્રણ દાયકા બાદ પ્રેસિડેન્ટને તેની કામગીરી જોતા વધુ એક ટર્મ માટે પસંદગી કરવામાં આવી છે. આમ 37 થી વધુ વર્ષો બાદ હાલના પ્રમુખ મુકુંદભાઈ પુરોહિત ને આગામી વર્ષ 2025- 26 માટે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં મળેલી બીએમએની ખાસ બેઠક બાદ વર્ષ 2025-26 માટે પ્રમુખ તરીકે મુકુંદભાઈ પુરોહિત, ઉપપ્રમુખ તરીકે ડો. મંગલા ચૌહાણ, ઓનરરી સેક્રેટરી તરીકે હિમાંશુ સુરા, ઓનરરી ટ્રેઝરર તરીકે કેયુર શાહ ની નિમણૂક કરવામાં આવી છે.
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન બીએમએના પ્રેસિડેન્ટ તરીકે વધુ એક વાર નિમણૂંક બાદ મુકુંદભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ,હાલનો સમય વૈશ્વિક સ્તરે કપરો સમય છે , તેવા સંજોગોમાં ઇનોવેશન, રિસર્ચ , ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ તથા સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવાનો સમય છે, તેથી દેશની ઇકોનોમીને ફાઈવ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવાના પ્રયત્નોમાં અમે જોડાઈશું અને , બીએમએ આગામી વર્ષ દરમિયાન તેના સભ્યો, વિવિધ ઇન્સ્ટિટયૂટ્સ, યુનિવર્સિટીઝ, વડોદરાના આસપાસના બિઝનેસ હાઉસીઝ , નગરજનો તમામ માટે ઇનોવેશન, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને ટ્રેનિંગ, સ્કીલ ડેવલોપમેન્ટ ક્ષેત્રમાં મદદરૂપ થવા પ્રયત્નો કરી કુશળ માનવબળ તૈયાર કરવા યોગદાન આપશે.
More Stories
લગા છક્કા, તો ઇનામ પક્કા – Zupee IPL 2025ના છક્કાને બનાવે છે જીતની ખાસ ક્ષણ
સિનેપોલિસે આકર્ષક મૂવી ટિકિટ ઓફરની ઘોષણા કરી: આ શુક્રવારે ફક્ત રૂ.112 માં કોઈપણ મૂવી, કોઈપણ શો જુઓ!
ફોકસ ઑનલાઇન દ્વારા ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2025’ અંતર્ગત બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને સમ્માનિત કરાયા