December 22, 2024

પેરિસ ઓલિમ્પિક – ૨૦૨૪, ‘ચિયર ફોર ભારત’

ઓલમ્પિક અવેરનેસ કેમ્પેઈનના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અમદાવાદ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવ, અમદાવાદ ખાતે સ્કેટિંગ, બોક્સીંગ અને રસ્સાખેંચ રમતના ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ આ રમતોના ડેમોસ્ટ્રેશનને રસપૂર્વક નિહાળ્યું હતું.

આ ડેમોસ્ટ્રેશનમાં મણિનગર વિધાનસભાના માન. ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ, મણિનગર વોર્ડના કોર્પોરેટરશ્રી ચંદ્રકાંતભાઈ ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી અમદાવાદ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અમદાવાદ, ડીસ્ટ્રીકટ કોચીઝ, ટ્રેનર્સ તથા તમામ એડમિન સ્ટાફએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતુ.