October 11, 2025

ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદમાં PFHR દ્વારા ‘મિશન સ્વચ્છ ભારત’ રાષ્ટ્રીય સંમેલન સફળતાપૂર્વક યોજાયું

અમદાવાદ, 2 ઓક્ટોબર, 2025 – પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઑફ હ્યુમન રાઇટ્સ (PFHR) દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે માનવ અધિકાર અને સામાજિક ન્યાય પર રાષ્ટ્રીય સંમેલન – “મિશન સ્વચ્છ ભારત” અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાયું.

આ સંમેલનની અધ્યક્ષતા PFHR ના પ્રમુખ શ્રી રાકેશ પાંડેએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન માનવ અધિકારો, સામાજિક ન્યાય અને સ્વચ્છતા અંગે સામૂહિક જવાબદારી પર વિચારવિમર્શ કરવામાં આવ્યો. પ્રતિષ્ઠિત સભ્યો, સામાજિક કાર્યકરો અને નેતાઓએ પોતાના વિચારો રજૂ કરી સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો.

કાર્યક્રમમાં મુકેશ શ્રીમાળી (ગુજરાત પ્રમુખ), મોનિકા સોઢા (કન્વેન્શન ઇન્ચાર્જ), દિનેશ કુશવાહ (બાપુનગર  MLA),અંકિત ગોહિલ (રાષ્ટ્રીય ભૂતપૂર્વ સભ્ય), મુકેશ કાપડિયા, જોન્ટી લિંબાચિયા, જગદીશ પંડ્યા, લક્ષ્મી થાપલિયાલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા PFHR ના પ્રમુખ શ્રી રાકેશ પાંડેજણાવ્યું કે,“સ્વચ્છતા અને સામાજિક ન્યાય એક જ સિક્કાની બે બાજુ છે. સ્વચ્છ રાષ્ટ્ર એટલે માત્ર પર્યાવરણની સફાઈ નહીં, પરંતુ અસમાનતા અને અન્યાય જેવા સામાજિક દુષણો દૂર કરવો પણ છે. ‘મિશન સ્વચ્છ ભારત’ દરેક નાગરિકને વધુ ન્યાયી અને સમાવિષ્ટ સમાજ નિર્માણ માટે પ્રેરણા આપે છે.”