ડિસેમ્બર, 2024- અમદાવાદ: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેર અમદાવાદમાં ફરી એકવાર યોજાયું છે. 30મી નવેમ્બર- શનિવારના રોજ આ એક્ઝિબિશનનો પ્રારંભ થયો હતો અને આ બે દિવસ માટે એટલે કે 30મી નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ અમદાવાદની હોટલ પ્રાઈડ પ્લાઝા ખાતે યોજાયું છે.
એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલ ની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી.
તમામ વાલીઓ કે જેઓ ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે, તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને ‘સ્પોટ કાઉન્સેલિંગ’ અને ‘સ્પોટ એડમિશન્સ ઓફર્સ’નો લાભ લઈ શકશે. સ્કુલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પર્ફોર્મન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે.
30 થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ એ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સાથે દેહરાદૂન, બેંગલોર, મસૂરી, દિલ્હી, રાજકોટ, ગાંધીનગર અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે. ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. આઇબી, કેમ્બ્રિજ, સીબીએસઈ, આઇસીએસઇ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા-પિતા પાસે વિશાળ વિકલ્પ મળી રહ્યાં છે..
વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન્સના યુગમાં, માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી. દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે.
પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સ ના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોટ એડમિશન્સની તક મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય એ માટેની યોગ્ય તક છે.
વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સ માં પોતાની સારસંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલિફ, પુખ્તતા અને આત્મ નિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે. સામાજિક,સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડસમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલૂક વિકસાવવામાં મદદ કરે છે. સ્પોર્ટસ, એકેડેમિક્સ, એનરિચમેન્ટ, સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ્સ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓને ખૂબ ઉમદા વિકલ્પો મળી રહે છે.
આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે જેમકે યુનિસન વર્લ્ડ સ્કુલ, વુડસ્ટોક સ્કૂલ, જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્શ્યલ સ્કૂલ, એમઆઇટી વિશ્વશાંતિ સ્કુલ, કાસીંગા સ્કૂલ દેહરાદૂન, તુલસ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધ રાજકુમાર કોલેજ, ધ એકેડેમિક સિટી સ્કુલ, બિરલા બાલિકા વિદ્યાપીઠ પિલાની, બિરલા સ્કુલ પિલાની, બિરલા પબ્લિક સ્કુલ, હેરિટેજ ગર્લ સ્કૂલ, ધ સાગર સ્કૂલ, એસએસવીએમ ઇન્સ્ટિટ્યૂટ કોઇમ્બતુર, ધ ઇન્ડિયન પબ્લિક સ્કુલ, એશિયા સ્કુલ, ઝૂનઝૂનુ એકેડેમી, સંસ્કૃતિ ધ સ્કુલ- અજમેર, જીનીવા લિબરલ સ્કુલ, ઉદ્દગમ સ્કુલ ફોર ચિલ્ડ્રન, બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ, એશિયા સ્કૂલ, કેનલેલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ગ્રીન વેલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન વગેરે સામેલ છે.
દરેક આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઈન્ફર્મેટિવ સેમિનાર નું આયોજન પણ કરાયું છે, જેમાં બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન લીધા પછી પોતાના જીવન દરમ્યાન એ કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી, કેમ્બ્રિજ, આઈસીએસઇ અને સીબીએસઈ વિશે ચોક્કસ માહિતી પુરી પાડવામાં આવી..
પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર 20 વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી. જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. સ્થાપક અને એમડી સંજીવ બોલિયાએ આઈઆઈપીએસઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું, ‘તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દૃષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે.. અમને આશા છે કે સુંદરતમ ઈન્ડિયન ડે, રેસિડેન્શીઅલ અને ઈન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત નીચે.’
આ એક્ઝિબિશન ભારત, થાઈલેન્ડ, યુએઈ, કતાર, ઓમાન, વેસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સાથે 13 શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઈઝર છે તેના દ્વારા થાય છે.
More Stories
અમદાવાદમાં સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન યંગ આર્ટિસ્ટ્સ વિઆના અને વામિકાના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે
સતપથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રત્નકરંડ શ્રાવકાચાર ક્વિઝ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે 22 થી 25 ડિસેમ્બર 2024 સુધી યોજાશે
વર્લ્ડ યુનિવર્સિટી ઓફ ડિઝાઇન 2025 શૈક્ષણિક વર્ષ માટે અરજીઓ આમંત્રિત કરે છે