• ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી અને પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ પ્રથમવાર એકસાથે જોવા મળશે
• અમદાવાદના હેરિટેજ અને ટુરિઝમને હાઈલાઈટ કરી રહી છે ફિલ્મ
પાવરા એન્ટરટેઇન્મેન્ટ અને તેમના ફાઉન્ડર ડો. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેઓએ અગાઉ ઘણી જૂદા- જૂદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે અને હવે તેઓ એક અનોખી ગુજરાતી ફિલ્મ “અજબ રાતની, ગજબ વાત” લઈને આવી રહ્યા છે જેનું ટીઝર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે અને તે જોયા બાદ દર્શકોનો આ ફિલ્મ જોવા અંગેનો રસ પણ વધી રહ્યો છે. 15મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ રોમેન્ટિક, કોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ભવ્ય તથા આરોહી પ્રથમવાર એક સાથે ફિલ્મી પરદે આવી રહ્યાં છે, જેઓ બંનેના ફેન ફોલોઈંગ્સ ઘણાં છે. ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો દિર્ગદર્શન પ્રેમ ગઢવી તથા કિલ્લોલ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટને પાવરા એન્ટરટેઈનમેન્ટના સીઈઓ જૈમિલ શાહ નિપુણતાથી સંચાલિત કરી રહ્યા છે.
ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં દીપ વૈદ્ય, આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અને ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, તથા ભરત ઠક્કરનો સમાવેશ થાય છે. ફિલ્મનું લેખનકાર્ય પ્રેમ ગઢવી, અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મનું ટીઝર જોઈને લોકોને ફિલ્મની વાર્તા જાણવા અંગે ઉત્સુકતા વધી છે. ફિલ્મ કાર્તિક (ભવ્ય ગાંધી), પ્રણાલી (આરોહી પટેલ), તન્મય (દીપ વૈદ્ય), નિલય (આરજે હર્ષ) તથા કિંજલ (આરજે રાધિકા) આ તમામ લોકોની રોલર કોસ્ટર રાઇડ છે અને એક રાત્રિમાં માત્ર થોડા કલાકોમાં તેમના જીવનમાં કેવી રીતે બદલાવ આવે છે તે દર્શાવે છે. ભૂલથી થયેલી મુલાકાત મૂંઝવણ, હાસ્ય અને અણધાર્યા લાગણીઓથી ભરેલી રાત તરફ દોરી જાય છે. જેમ જેમ તેઓ આ અણધારી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેમ, વાર્તા સામાજિક ધોરણોને પડકારે છે, લિંગ સ્ટીરિયોટાઇપ્સને પ્રશ્ન કરે છે, અને સમકાલીન વિચાર પ્રક્રિયાઓને શોધે છે. મિસમેચ ગ્રુપની જર્ની પ્રેમ, મિત્રતા અને માનવીય જોડાણની જટિલતાઓને ઉઘાડી પાડે છે, જે આખરે હૃદયસ્પર્શી અને આશ્ચર્યજનક નિષ્કર્ષ તરફ દોરી જાય છે.
ડૉ. જયેશ પાવરા જણાવે છે કે, “એક પ્રોડ્યુસર તરીકે હંમેશા હું એ વિચારું છું કે દર્શકોને શું પસંદ પડશે અને તેમને કેવો કન્ટેન્ટ પસંદ આવશે, એ નક્કી કર્યા બાદ જ અમે ફિલ્મનું નિર્માણ શરૂ કરીયે છીએ. અમારી આ ફિલ્મમાં રોમાન્સ, કોમેડી , ડ્રામા બધું જ છે તેથી આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ બની રહેશે.
ફિલ્મના પ્રોજેક્ટ હેડ જૈમીલ શાહે જણાવ્યું હતું કે, “અમે ફિલ્મના નિર્માણમાં દરેક બાબતોનું ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું છે. ફિલ્મની સમગ્ર ટીમ અદ્ભૂત છે. આ ફિલ્મ ગયા વર્ષે તૈયાર થઈ હતી અને હવે દર્શકોની આતુરતાનો અંત આવશે કારણકે નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે.”
ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અમદાવાદ હેરિટેજ અને ટુરિઝમને પણ હાઈલાઈટ કરવામાં આવ્યા છે. ફિલ્મ 15મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ સૌ દર્શકમિત્રોને આકર્ષવા તૈયાર છે.
Teaser Link :- https://www.youtube.com/watch?v=EE1Ro5XnupA
More Stories
થ્રિલર ગુજરાતી ફિલ્મ “ભ્રમ” 16મી મેના રોજ થશે રિલીઝ : એક અનોખી ઇન્સ્ટાગ્રામ ગેમ સાથે મેકર્સે કરી પ્રમોશનની શરૂઆત
સાવનાથ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી લોકકથાથી પ્રેરિત હોરર ફિલ્મ “બહેરૂપિયો”નું પોસ્ટર રિલીઝ કરાયું
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિતએસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘’Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો