December 22, 2024

શેર.માર્કેટેટ્રેડિંગનો અનુભવ વધુ સારો બનાવવા માટે ડિસ્કાઉન્ટ બ્રોકિંગમાં ‘શીટ્સ’ની શરુઆત કરી

~ શીટ્સ યુઝર માટે ટ્રેડિંગ અનુભવમાં વધારો કરી તેમને જાણકાર રોકાણ નિર્ણયો લેવા સક્ષમ બનાવશે~

બેંગલુરુ, નવેમ્બર 2024: શેર.માર્કેટ, એક ફોનપેની પ્રોડક્ટએ આજે ​​શીટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ વિશ્વમાં ઉદ્યોગની પ્રથમ રજૂઆત છે, તેને બજાર ભાગીદારોને સશક્ત બનાવવા તેમજ ટ્રેડિંગના અનુભવને વધુ સારો બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. વેબ પ્લેટફોર્મ trade.share.market પર ઉપલબ્ધ, શીટ્સ સીધા જ સ્પ્રેડશીટમાં માર્કેટ ડેટા આયાત કરીને અને તેમના પોતાના ટ્રેડિંગ મોડલ અને સ્ટ્રૅટજિઓ એકીકૃત રીતે બનાવીને વેપારીઓની મદદ કરે છે. શેર.માર્કેટ એ શીટ્સની ગ્રાઉન્ડબ્રેકિંગ લોન્ચ સાથે ઉદ્યોગને પુનઃવ્યાખ્યાયિત કર્યો છે, જે આ નવીન ફિચર પ્રદાન કરવા સાથે દેશનો એકમાત્ર ડિસ્કાઉન્ટ બ્રોકર બન્યો છે. આ અદ્યતન ટૂલ માર્કેટના સહભાગીઓને તેમની પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કાર્યક્ષમ માર્કેટની આંતરદૃષ્ટિને ઉજાગર કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સશક્ત બનાવે છે.

વેપારીઓ અને રોકાણકારો, ચોક્કસ વ્યૂહરચનાઓ અને માપદંડો પ્રમાણે સેંકડો સ્ટોક્સને મેન્યુઅલી મેનેજ અને તેમનુ વિશ્લેષણ કરે છે જે સમય માંગી લે તેવું અને કષ્ટદાયક હોય છે. શીટ્સ આ પડકારને સંબોધિત કરે છે અને વેપારી સમુદાયને ઑપ્શન સ્ટ્રૅટજિ બનાવવા, ખરીદી અને વેચાણ સંકેતો બનાવવા અને વાસ્તવિક સમય પ્રમાણે વલણોનું અસરકારક રીતે વિશ્લેષણ કરવા સક્ષમ બનાવે છે.

શીટ્સના ખાસ ફિચર:

  • વૉચલિસ્ટનું સહજ સર્જન અને મેનેજમેન્ટ: શીટ્સ સ્ટોક વૉચલિસ્ટનું સરળ મેનેજમેન્ટ અને સર્જન શક્ય બનાવે છે. વેપારીઓ પોતાની ચોક્કસ જરૂરિયાતોને આધારે કસ્ટમ વોચલિસ્ટ બનાવી શકે છે. આ ફિચર હાલની વૉચલિસ્ટને આયાત કરવાની મંજૂરી આપે છે જે વાસ્તવિક સમય પ્રમાણે કિંમત અને ટકાવારીના ફેરફારો સાથે આપમેળે અપડેટ થશે. આની સાથે જ, વેપારીઓ મેન્યુઅલ ટ્રૅકિંગની  ઝંઝટ વિના તેમના મનપસંદ સ્ટોક્સમાં ટોચ પર રહી શકે છે. 
  • વાસ્તવિક સમય પ્રમાણે ઓપ્શન ચેઇન ડેટા: આ ફિચર વેપારીઓને મહત્વપૂર્ણ માહિતી ગુમાવ્યા વિના માર્કેટની ગતિવિધિઓને ટ્રૅક કરવા સક્ષમ બનાવે છે. વેપારીઓને વાસ્તવિક સમય પ્રમાણે ઓપ્શન ચેઇન ડેટાનો ઍક્સેસ હશે જે તેમને આયર્ન કોન્ડોર, સ્ટ્રેડલ્સ જેવી જટિલ વિકલ્પ વ્યૂહરચના બનાવવા માટે સક્ષમ બનાવશે. યુઝર વાસ્તવિક સમય પ્રમાણે ઓપ્શન ચેઇન ડેટાનો ઉપયોગ કરીને કસ્ટમ એન્ટ્રી અને એક્ઝિટ સિગ્નલ બનાવવા માટે શીટ્સનો ઉપયોગ કરી શકે છે જે દર સેકન્ડે અપડેટ થાય છે.  
  • સ્ટ્રૅટજિનું નિર્માણ સરળ બન્યું: વેપારીઓને વધુ સશક્ત બનાવવા, શીટ્સ વેપારીઓને વ્યૂહરચનાઓનું નિર્માણ અને પરીક્ષણ કરવા માટે ભાવ એરેનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. ઉદાહરણ તરીકે, લાઇવ ડેટા સબસ્ક્રિપ્શન્સ સાથે જૂના ડેટા અને ટૂંકા અને લાંબા ગાળાની મૂવિંગ એવરેજને ભેગી કરી, વેપારીઓ ડાયનેમિક પ્રાઇસ એરેમાં ક્રોસઓવર સિગ્નલ બનાવી શકે છે. આનાથી તેઓ જાણકાર રોકાણના નિર્ણયો લેવામાં સક્ષમ બનશે.

શીટ્સના લોન્ચિંગ વિશે વાત કરતા, શેર.માર્કેટના સીઈઓ ઉજ્જવલ જૈને જણાવ્યું કે, “શેર.માર્કેટ સતત માર્કેટ પાર્ટિસિપન્ટ્સ માટે બ્રોકિંગ અનુભવને વધારવા અને તેમને જાણકાર નિર્ણયો લેવા માટે હોંશિયાર માળખાકીય સુવિધાઓ સાથે સશક્ત બનાવવાનો પ્રયત્ન કરે છે. શીટ્સ એ ડિસ્કાઉન્ટ બ્રોકિંગ સિસ્ટમમાં એક અનોખા પ્રકારનું સાધન છે જે માનવ હસ્તક્ષેપની જરૂર વગર બહુવિધ સ્ટોક્સનો ટ્રૅક રાખવાની પ્રક્રિયાને સ્વયંસંચાલિત કરશે. આનાથી વેપારીઓ ઝડપથી રોકાણ વ્યૂહરચનાઓ બનાવી શકશે અને ભૂલોનું જોખમ પણ ઘટાડી શકશે. આ  સાધન મર્કેટના સંકેતો, વલણો અને મોમેન્ટમ શિફ્ટની ચોક્કસ ઓળખને સક્ષમ કરે છે. આ શક્તિશાળી નવા ફિચર સાથે, શેર.માર્કેટ વેપારીઓ અને રોકાણકારોને તેમની સ્ટ્રૅટજિઓ ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરી રહ્યું છે, જે તેમને ખરેખર ,મહત્ત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે, જેમ કે – સ્માર્ટ અને જાણકાર માર્કેટના નિર્ણયો લેવા.”

આગામી ક્વાર્ટર્સમાં, શીટ્સ ઉભરતા અને અનુભવી બન્ને પ્રકારના વેપારીઓ માટે તેની ક્ષમતાઓ વધારવા અદ્યતન ફિચર્સ શરૂ કરશે. તેમાં કસ્ટમ સ્ટ્રેટેજી બિલ્ડરનો સમાવેશ થશે, જે વેપારીઓને નફા અને નુકસાનની આગાહી કરવા, બ્રેકઇવન પોઈન્ટ્સ નક્કી કરવા અને લાઈવ ચાર્ટ જોવાની મંજૂરી આપશે. વેપારીઓ પણ પ્રી-બિલ્ટ સ્ટ્રૅટજિ, જેમ કે કોન્ડોર્સ, સ્પ્રેડ, લેડર્સ, અન્યની વચ્ચે પણ ઍક્સેસ મેળવશે, જે તેમના હાલના નમૂનાઓમાં સરળતાથી સંકલિત થઈ શકે છે અને તેમના રોકાણની ચાલની યોજના બનાવી શકે છે.

શેર.માર્કેટ એ પાછલા વર્ષમાં 2.5 મિલિયનના આજીવન ગ્રાહક આધાર અને 2 મિલિયનથી વધુ માસિક સક્રિય મ્યુચ્યુઅલ ફંડ SIP વ્યવહારો સાથે નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. ઑગસ્ટ 2024 સુધીમાં, તેણે 2 લાખ ઍક્ટિવ રોકાણકારોને પાર કર્યા અને પોતાની ભારતમાં 21મા સૌથી મોટા બ્રોકિંગ પ્લેટફોર્મ તરીકે ઓળખ બનાવી.

નવા રોકાણકારોને તેમની રોકાણ યાત્રા શરૂ કરવા પ્રોત્સાહિત કરવા તેમજ અનુભવી રોકાણકારોને શેર.માર્કેટ સાથે વેપાર કરવા આકર્ષવા માટે, પ્લેટફોર્મ તેની ઝીરો બ્રોકરેજની ઑફરને 31મી માર્ચ, 2025 સુધી લંબાવી રહ્યું છે.

ફોનપે વેલ્થ બ્રોકિંગ વિશે: ફોનપે વેલ્થ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ, એપ્રિલ 2021માં સ્થાપિત ફોનપે પ્રાઇવેટ લિમિટેડની પેટાકંપની છે અને સ્ટોક બ્રોકર તરીકે NSE અને BSE સાથે રજિસ્ટર્ડ છે, CDSL સાથે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે SEBI સાથે રિસર્ચ એનાલિસ્ટ તરીકે અને AMFI સાથે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર તરીકે રજિસ્ટર્ડ છે. ઑગસ્ટ 2023માં લૉન્ચ થયેલી, શેર.માર્કેટ, ફોનપે વેલ્થ બ્રોકિંગ અને આનુષંગિકોની બ્રાંડ, સંપત્તિ અને રોકાણ પ્લેટફોર્મ (ઍપ અને વેબસાઈટ) છે, જે તમામ કુશળતા સ્તરના રોકાણકારો અને વેપારીઓને પૂરી પાડે છે. આ પ્લેટફોર્મ સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, વેલ્થબાસ્કેટ અને વધુ સહિત ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટની વિશાળ રેન્જ ઑફર કરે છે.