January 22, 2026

ડાયાબિટીસ સ્ક્રિનિંગમાં કોરોના રેમેડીઝનો નવો વર્લ્ડ રેકોર્ડ , સમગ્ર ભારતમાં જનજાગૃતિ અભિયાન

  • પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડે એક જ દિવસે સૌથી વધુ ડાયાબિટીસ સ્ક્રિનિંગ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો

અમદાવાદ, ગુજરાત : વર્લ્ડ ડાયાબિટીસ ડે 2025ના અવસરે, અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ AURA PMTએ એક ઐતિહાસિક સિદ્ધિ  પ્રાપ્ત કરી છે. ટીમે “એક જ દિવસે સૌથી વધુ લોકોનું ડાયાબિટીસ માટે સ્ક્રિનિંગ” કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના એમડી & સીઈઓ શ્રી નિરવ કે. મહેતા, ચેરમેન ડૉ. કીર્તિકુમાર મહેતા તથા વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાના એડિટર & ચીફ શ્રી પાવન સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા અને વધુ માહિતી આપી હતી.

આ સિદ્ધિ “PANDA STUDY” (Pan-India Assessment for Diabetes Awareness) અંતર્ગત દેશવ્યાપી સ્તરે આયોજિત માસ અવેરનેસ અને ફ્રી ડાયાબિટીસ સ્ક્રિનિંગ અભિયાન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ ડાયાબિટીસ અંગે જનજાગૃતિ ફેલાવવી, સમયસર નિદાન પ્રોત્સાહિત કરવું અને પ્રિવેન્ટિવ હેલ્થકેરને મજબૂત બનાવવાનો હતો.

આ વિશાળ આરોગ્ય અભિયાનમાં ભારતભરના 233 સ્થળોથી 434 ડોક્ટરોએ ભાગ લીધો હતો અને 14 નવેમ્બર 2025ના રોજ એક જ દિવસે કુલ 7,086 બ્લડ શુગર સ્ક્રિનિંગ્સ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા. આ નોંધપાત્ર સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે.

આ પ્રસંગે શ્રી નિરવ કે. મહેતા, મેનેજિંગ ડિરેક્ટર અને CEO, કોરોના રેમેડીઝ લિમિટેડએ જણાવ્યું હતું કે, “આ વર્લ્ડ રેકોર્ડ માત્ર આંકડો નથી, પરંતુ પ્રિવેન્ટિવ હેલ્થકેર અને સમાજના સ્વાસ્થ્ય પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. PANDA સ્ટડી દ્વારા અમારો હેતુ ડાયાબિટીસ અંગે રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવાનો અને સમયસર નિદાનને પ્રોત્સાહિત કરવાનો છે, જે લાંબા ગાળાના આરોગ્ય પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું ટીમ AURA PMT, તમામ ડોક્ટરો અને આ અભિયાનને સફળ બનાવનાર દરેક સહયોગીને અભિનંદન પાઠવું છું.”

આ વર્લ્ડ રેકોર્ડ સિદ્ધિ કોરોના રેમેડીઝ લિમિટેડની સામાજિક જવાબદારી, આરોગ્ય સેવા ક્ષેત્રે શ્રેષ્ઠતા અને દેશના આરોગ્ય પડકારોને સામૂહિક પ્રયાસોથી ઉકેલવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

સહયોગી ટીમ સભ્યોમાં ડૉ. વિજય ચાર્લુ,  સિસિલ ક્રિશ્ચિયન,  ભાવેશકુમાર શુક્લા, તુષાર ટૂહી, ધ્વનિબહેન અરવિંદભાઈ પટેલ, એમ. સદાનંદ જોડાયા હતા.

આ વર્લ્ડ રેકોર્ડ પહેલ આરોગ્ય ક્ષેત્રમાં સહકારની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે અને ડાયાબિટીસ સામે જાગૃતિ, સ્ક્રિનિંગ અને સમયસર સારવાર દ્વારા લડતમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થાય છે.