February 10, 2026

આરઆર કાબેલ ફાઉન્ડેશનના ‘રોશની’ ઇનિશિએટિવ’ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન: વડોદરામાં સ્કૂલ બિલ્ડીંગનું નિર્માણ

વડોદરા, 06 ફેબ્રુઆરી 2026: આરઆર કાબેલ ફાઉન્ડેશનના સીએસઆર ઇનિશિએટિવ ‘રોશની’ દ્વારા વડોદરામાં નવી સ્કૂલના નિર્માણ માટે ‘બરોડા યંગ ટર્ક્સ રાઉન્ડ ટેબલ #201 ચેરિટેબલ ટ્રસ્ટ’ સાથે ભાગીદારી કરવામાં આવી છે. જુલાઈ 2024 માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2026માં પૂર્ણ થયો છે, જેનો મુખ્ય હેતુ વિસ્તારના વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.

ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સ્કૂલ તરીકે ઓળખાતું આ નવું શૈક્ષણિક ભવન 14000 ચોરસ ફૂટના બાંધકામ વિસ્તારમાં ફેલાયેલું છે અને તે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

કી ફીચર્સ & નવી સ્કૂલનું બિલ્ડીંગ :

સ્પેસિયસ કલાસરૂમ : શાળામાં કુલ સાત કલાસરૂમ છે, જે પૈકી દરેક 550 થી 640 ચોરસ ફૂટના વિસ્તારમાં પથરાયેલા છે. આ કલાસરૂમ વિદ્યાર્થીઓને ભણવા માટે અનુકૂળ અને ઉત્તમ વાતાવરણ પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

વિશિષ્ટ લેબોરેટરીઝ : વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ મળી રહે તે માટે 1,000 ચોરસ ફૂટની સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળા અને 1,200 ચોરસ ફૂટનું વિશાળ કમ્પ્યુટર સેન્ટર બનાવવામાં આવ્યું છે.

આધુનિક સુવિધાઓ: આ ત્રણ માળનું ભવન (ગ્રાઉન્ડ + 2 ) અન્ય અનેક વિશેષતાઓ ધરાવે છે, જેમાં શિક્ષકો માટે ખાસ સ્ટાફ રૂમ, લાઈબ્રેરી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અલગ ટોયલેટની વ્યવસ્થા, એક એમ્ફીથિયેટર, સ્કલ્પચર ગાર્ડન અને અત્યાધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમનો સમાવેશ થાય છે.

“શિક્ષણ એ મજબૂત સમાજનો પાયો છે, અને આરઆર કાબેલમાં અમે માનીએ છીએ કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો અધિકાર હોવો જોઈએ. વડોદરામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્કૂલ માટે અમારો સહયોગ આ માન્યતાનું જ પ્રતિબિંબ છે. આધુનિક શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરીને, અમે વંચિત સમુદાયના બાળકો માટે વધુ સારી તકો ઊભી કરી રહ્યા છીએ અને સાથે જ આ પ્રદેશના લાંબા ગાળાના વિકાસમાં યોગદાન આપી રહ્યા છીએ.”- શ્રીમતી કીર્તિ કાબરા, ડાયરેક્ટર, આરઆર ગ્લોબલ એ જણાવ્યું હતું.

આરઆર કાબેલની આ પહેલનું ઉદ્ઘાટન ફેબ્રુઆરી 2026માં કરવામાં આવ્યું છે. આ સહયોગ શૈક્ષણિક માળખાગત સુવિધાઓને મજબૂત કરવા અને લાંબા ગાળાના સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેની આરઆર કાબેલની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે વંચિત બેકગ્રાઉન્ડ ધરાવતા બાળકોને શિક્ષણની શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થાય. શિક્ષણ ક્ષેત્રે રોકાણ કરીને, કંપનીનું લક્ષ્ય ભાવિ પેઢીઓને સશક્ત બનાવવાનું અને સમાજ પર એક કાયમી સકારાત્મક પ્રભાવ પાડવાનું છે.