• સોન્ગ લિંક- https://www.youtube.com/watch?v=tBJh-avzoaw
• બિલ્ડર બોય્ઝના સપનાઓને સાકાર થતાં દર્શાવતું સોન્ગ
ગુજરાત : તાજેતરમાં જ હાસ્ય અને કોમેડીથી ભરપૂર ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ “બિલ્ડર બોય્ઝ”નું ટ્રેલર રિલીઝ કરાયું હતું કે જેને દર્શકોએ ભરપૂર વખાણ્યું હતું. ફેમિલી સાથે બેસીને આનંદ માણી શકાય તેવી સરસ મજાની આ ફિલ્મ છે. ચાણક્ય પટેલ દ્વારા લિખિત અને ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સ અને નાઇન મ્યુઝિસ ક્રિએશન્સના બેનર હેઠળ પ્રોડ્યુસર્સ સેતુ કુશાલ પટેલ અને નેહા રાજોરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રોનક કામદાર અને શિવમ પારેખ મુખ્ય ભૂમિકાઓમાં છે અને તેમની સાથે સુંદર અભિનેત્રી ઈશા કંસારાએ તેમનો ભરપૂર સાથ આપ્યો છે. આ ફિલ્મમાં રોનક કામદાર વિરાજ દલાલ નામના બ્રોકરની ભૂમિકામાં અને શિવમ પારેખ ચિન્મય મિસ્ત્રી નામના સિવિલ એન્જીનીયરની ભૂમિકામાં છે. આ બિલ્ડર બોય્ઝના સપનાઓને સાકાર થતાં દર્શાવતું સોન્ગ “સપના સપના” રિલીઝ કરવામાં આવ્યું છે. વિરાજ અને ચિન્મય એ ખુલ્લી આંખે જોયેલા સપનાને સાકાર થવાની સફર આ સોન્ગ થકી જોઈ શકાય છે.
અત્યંત પ્રભાવશાળી સિંગર્સ રાઘવ કૌશિક અને સિદ્ધાર્થ અમિત ભાવસારના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ આ સોન્ગના શબ્દો નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવ્યાં છે. સિદ્ધાર્થ અમિત ભાવસાર (મ્યુઝિકવાલા)એ ખૂબ જ સુંદર રીતે આ સૉન્ગને કૉમ્પોઝ કર્યું છે. આ સોન્ગનું રેકોર્ડિંગ એમડબલ્યુ સ્ટુડિયોઝ ખાતે કરવામાં આવ્યું છે અને સિદ્ધાર્થ અમિત ભાવસાર દ્વારા પ્રોડ્યુસ અને એરેન્જ કરાયું છે. સોન્ગનું મિક્સ અને માસ્ટર અભિષેક ઘટકે કર્યું છે. મેકર્સને પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ રહેશે.
રોનક, શિવમ અને ઈશા સિવાય ભાવિનિ જાની, પ્રીમલ યાગ્નિક, કલ્પના ગજદેકર, શેખર શુક્લ, હરેશ ડઘીયા, કુલદીપ શુક્લ, હેમીન ત્રિવેદી, પ્રેમલ યાજ્ઞિક, હેમીન ત્રિવેદી, સુનિલ વાઘેલા, મમતા ભાવસાર જેવાં પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. ઉલ્લેખનીય છે કે “બિલ્ડર બોય્ઝ” 5 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે.

More Stories
સ્ટુડિયો અર્વા પ્રોડક્શન લાવે છે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ‘બ્લેક બર્થડે’ : ફિલ્મનું ટ્રેલર લોન્ચ
ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો નવો અધ્યાય: શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા સ્ટારર ફિલ્મ ‘પાતકી’નું દમદાર ટ્રેલર લોન્ચ
સ્ટાર પ્લસે ગુજરાતમાં લોન્ચ કર્યો ‘લવ ઉત્સવ’: હવે પડદાની બહાર પણ ઉજવાશે પ્રેમનો જશ્ન