આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે સફળતાના નવા સોપાનો સર કરી રહી છે અને દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ નવા નવા વિષય સામાજિક કથાઓ અને સરસ મજાના સંદેશ લઈને મનોરંજનના ક્ષેત્રે આવી રહ્યા છે. એ જ સફળતાની યશ કલગીમાં એક નવું પીછું ઉમેરતા સતરંગી રે નામની એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશ વાળી ફિલ્મ આવી રહી છે. જે મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે એવી છે. આ ફિલ્મમાં સરસ મજાના ગીતો છે, મધુર સંગીત છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમાં સુરતના શ્રી રાજ બાસીરા છે અને બહુ જાણીતી અભિનેત્રી કથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે. આ ફિલ્મ સાથે ભાવિની જાની, રાગી જાની, પ્રશાંત બારોટ, મેહુલ બૂચ, પૂજા સોની, જીગ્નેશ મોદી વગેરે ગુજરાતી ફિલ્મોનાં નામી કલાકાર પણ સંકળાયેલા છે. આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે
ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા અને પાંચથી વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલીવુડના રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર શ્રી ઈર્શાદ દલાલ આ ફિલ્મના રાઇટર ડાયરેક્ટર છે. અને આ ફિલ્મના પ્રોડ્યુસર છે ગોલ્ડ ટચ એન્ટરટેનમેન્ટ લિમિટેડનાં ઓનર રાજબાસીરા અને ,વિપુલભાઈ ગાંગાણી. એમની સાથે કો પ્રોડ્યુસરમાં ટી-3 પ્રોડક્શન હાઉસનાં શ્રી ડો. તરૂણ ટંડેલ અને એમના પાર્ટનર શ્રી દિનેશ માંગુકિયા જોડાયેલા છે.
ફિલ્મમાં પાંચ ગીતો છે અને બધા ગીતો બહુ જ સરસ બન્યા છે. આ બધા ગીતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને સુપરહિટ ગાયકો જીગરદાન ગઢવી, પાર્થિવ ગોહીલ, એશ્વર્યા મજમુદાર, ચેતન ફેફરે ગાયા છે. સંદેશ અનોખો છે, સંગીત અનોખુ છે અને કથા અનોખી છે…મજા પણ અનોખી છે “સતરંગી રે ” ની…
20 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં આપના નજીકના થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થશે…
More Stories
અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને?નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું
3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર લોન્ચ
દીક્ષા જોશી અને પીહૂશ્રી ગઢવીના અભિનય સાથે “નીંદરું રે” સોન્ગ માતૃત્વના ભાવનાત્મક રંગોથી રંગાયેલુ