July 14, 2025

શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસ ના દર્દીઓની સારવાર માટે નવીનત્તમ હાઈબ્રિડ મોડલ “ડિફિટ  ડાયાબિટીઝ” લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટૉકનું પણ આયોજન કરાયું

અમદાવાદ : અમદાવાદમાં શ્યામા પ્રસાદ મુખર્જી હોલ, વસ્ત્રાલ ખાતે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસ ના દર્દીઓની સારવાર માટે નવીનત્તમ હાઈબ્રિડ મોડલ “ડિફિટ  ડાયાબિટીઝ” લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટૉકનું પણ આયોજન કરાયું હતું. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી સમાજ અને દેશમાં ઘરે ઘરે જોવા મળતો ડાયાબિટીસ અને તેની લગતી સમસ્યાઓનો એક જ પ્લેટફોર્મ પર સંપૂર્ણ નિદાન તથા સારવાર ઉપલબ્ધ કરાવતું નવીનતમ મોડલ , જે “ડિફિટ ડાયાબિટીસ” ના નામે ઓળખાય છે, તેના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી તેમજ કારગિલ યુદ્ધના ઝાંબાજ વીર શ્રી કર્નલ લલિત રાય તેમજ  શ્રી નિલેશ દેસાઈ (ડાયરેક્ટર, એસએસી, ઈસરો), આઈએએસ આલોક પાંડે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ડાયરેક્ટર શ્રી ઉન્મેષ દિક્ષીત,પરમપૂજ્ય શ્રી શ્રીજી સ્વામી (હાથીજણ સ્વામિનારાયણ મંદિર), ડૉ. બ્રજ શુક્લ (સિનિયર સાયન્ટિસ્ટ, ઈસરો), બિનૈષા ખંભાતા (આરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના ટ્રસ્ટી) વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર શ્રી પ્રકાશ કુર્મી સહીત આ તમામ ઉપસ્થિત મહેમાનો એ “ડીફિટ ડાયાબિટીઝ” વિષય અંતર્ગત ચર્ચા- વિચારણા પણ કરી.

આ પ્રસંગે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી આરતી કુર્મી , શ્રીમતી સોનિયા ખન્ના , શ્રી પરેશભાઈ પાઠક, શ્રી બંસીભાઈ ખટાણા , શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સમાજના અગ્રણી વ્યક્તિ તેમજ સંસ્થાનાં સહયોગીઓ સાથે 800થી વધુ સમાજના વિવિધ વર્ગોમાંથી આવતા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર શ્રી પ્રકાશ કુર્મી એ જણાવ્યું હતું કે, “આજે ઘરે- ઘરે ડાયાબિટીઝના દર્દી જોવા મળે છે જે ચિંતાનું કારણ છે, અમે સમાજને કાંઈક ઉપયોગી થવાના હેતુસર ખાસ આજે આ સેમિનારનું આયોજન કર્યું હતું અને સાથે “ડિફિટ  ડાયાબિટીઝ” મોડલ પણ શરૂ કર્યું છે કે જેનાથી, રેગ્યુલર ફોલોઅપ, ઘરે 30% ડિસ્કાઉન્ટ ડિલિવરી પર મેડિસિન, ઘરે લેબ ટેસ્ટ, પર્સનલ ડાયટ અને એક્સર્સાઇઝ પ્લાન વગેરે બાબતો આવરી લેવામાં આવી છે. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા BSF તેમજ અન્ય સલામતી દળોને આ સેવા નિઃશુલ્ક પ્રદાન કરવાની યોજના કરાઈ છે. અમારી સંસ્થા દ્વારા છેલ્લા 15 વર્ષોથી બોર્ડર પર જઈને BSF જવાનોના લાભાર્થે આરોગ્ય લક્ષી તેમજ અન્ય વિવિધ પ્રકારની સેવાકીય પ્રવુતિ કરવામાં આવી છે. ડાયાબિટીસ તેમજ મેડિકલ ક્ષેત્રે કાર્ય કરતા વિવિધ નામાંકિત ડોક્ટર્સ તથા  સેવાકીય સંસ્થા અને સમાજના અગ્રણી લોકોનું પણ અમે અભિવાદન કરીએ છીએ.”

કર્નલ શ્રી લલિત રાય દ્વારા આ નવીનતમ મોડલ ડિફિટ ડાયાબિટીસ દ્વારા સમગ્ર દેશમાં વ્યાપેલ ડાયાબિટીસની ગંભીર સમસ્યાનું સરળતાથી કાયમ ઉપચાર ઉપલબ્ધ કરાવતા આ મિશનને સફળ થવા શુભેરછા પાઠવી હતી તેમજ કારગિલ યુદ્ધ દરમિયાન કર્નલ લલિત રાય સરની આગેવાની હેઠળ ગોરખા બટાલિયનના ઝાંબાજ સૈનિકો ઓપરેશન ખલુવાટ દ્વારા કઈ રીતે કઠિન પરિસ્થિતિ ઓનો સામનો કરી અશક્ય લાગતા કાર્યને ખુબજ બહાદુરી પૂર્વક જીવનું જોખમ ખેડીને વિજય પ્રાપ્ત કર્યો હતો તે તમામ ક્ષણોની ઓડિયો વિઝ્યુઅલ શો દ્વારા ઝાંખી કરાવેલ હતી.

માનનીય કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ ભાઈ મોદીએ આ મિશનને સફળતા મળે તેવી શુભેરછા પાઠવી હતી. દેશના વધી રહેલા ડાયાબિટીસના રોગને કાબુમા લેવાના પ્રયત્નોને ડિફિટ ડાયાબિટીસ દ્વારા કરાવેલ અભિયાનની સરાહના પણ કરી.