શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 35માં લગ્નોત્સવ, કન્યાદાન- 2નું આયોજન અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. આ માંગલિક પ્રસંગે 11 નવદંપતિઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ શુભ પ્રસંગે પરમ ધર્મ સંસદ 1008 મહંત શ્રી અક્ષયપુરી બાપુ (રવિ રાંદલ ધામ દડવા), મહંત શ્રી અશ્વિનગીરી બાપુ (ચોટીલા શક્તિપીઠ) ચોટીલા તથા પૂજ્ય નિશાંતપુરી બાપુ , ખોડિયાર મંદિર, રાજપરા – ભાવનગરની કન્યાદાન- 2 સમયે ખાસ ઉપસ્થિતિ રહી હતી અને તેમણે નવદંપતિઓને આશીર્વાદ તથા આશીર્વચન પાઠવ્યાં હતા. શાસ્ત્રીજી મુનિ મહારાજે સમૂહ લગ્નમાં લગ્નવિધિ કરી આશીર્વાદ આપ્યા હતા. આયોજીત કાર્યક્રમમાં ચાર-ચાંદ લગાવવા માટે હાસ્ય કલાકાર દીગુભા ચુડાસમા, ઈનફ્લુએન્સર અને સમાજ સેવક- સુરતના પારુ અને ગુરુ એ પણ વિશેષ હાજરી આપી હતી.
આ પ્રસંગે સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હિંમતભાઇ હિંગુ, પ્રમુખ શ્રી ચંદુભાઈ ગોહિલ, યુવક પ્રમુખ શ્રી હિતુભાઇ સોલંકી, કારોબારી પ્રમુખ શ્રી કાંતિભાઈ જેઠવા, ઉપપ્રમુખ શ્રી નાથાભાઈ વાઘેલા અને શ્રી પ્રકાશભાઈ ગોહિલ તથા કારોબારી યુવક પ્રમુખ શ્રી જીતુભાઇ ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં સ્ટેજ એન્કરિંગ હેત્વી હિમાંશુ ચાવડા (નવા નરોડા), અને સ્વીટી હિમાંશુ હિંગુ (સુરત) દ્વારા કરવામાં આવ્યું હતું અને સોનાલી આર્ટના જ્યોત્સ્નાબેન કાપડી, ગીતાબેન ગઢવી અને ડિમ્પલ ગઢવી રૂડાં લગ્નગીતો ગાઈને લગ્નોત્સવને શોભાવ્યો હતો.
સમાજના પ્રમુખ તથા યુવકપ્રમુખ દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો કે, “વધુને વધુ યુવક યુવતીઓ સમૂહલગ્નમાં જોડાય તેવી અમે અપીલ કરીએ છીએ.આવનાર વર્ષે આનાથી પણ વધુ ભવ્ય આયોજન કરવાની અમારી યોજના છે.”
More Stories
ફોકસ ઑનલાઇન દ્વારા ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2025’ અંતર્ગત બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને સમ્માનિત કરાયા
મહિલા કલાત્મકતા અને આર્થિક સશક્તિકરણની ઉજવણી કરતાં “પ્રોજેક્ટ નારી” નો પ્રારંભ
અમદાવાદમાં અટીરા ખાતે “ઈન્ટરનેશનલ વુમન્સ ડે”ની ઉજવણી