ગુજરાતી સિનેમાને નવી દિશામાં લઈ જતી થ્રિલર ફિલ્મ ‘ભ્રમ’એ સિનેમાઘરોમાં વિઝન, ઇમોશન અને એક્સાઈટમેન્ટથી ભરેલી સફરના 50 દિવસ પૂરા કર્યા છે. દર્શકોના પ્રેમ અને પ્રશંસાના કારણે આજે ‘ભ્રમ’ માત્ર એક ફિલ્મ નથી રહી, તે એક અનુભૂતિ, એક ગર્વ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર ફિલ્મો ઘણી ઓછી બની છે. પરંતુ તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ “ભ્રમ” એ આ પરંપરાને તોડીને એક અનોખી મિસાલ આપી છે. “ભ્રમ” એ ગુજરાતી સિનેમામાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી થ્રિલર ફિલ્મ પણ બની છે, જે ઇન્ડસ્ટ્રી માટે એક ગર્વની વાત ગર્વની વાત કહેવાય.
“હું ઈકબાલ” ફિલ્મના મેકર્સ દ્વારા “ભ્રમ” ફિલ્મ રજૂ કરવામાં આવી છે, જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે. આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મની સ્ટારકાસ્ટ મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની છે. વિદેશમાં વસતાં ગુજરાતીઓ પણ આ થ્રિલર ફિલ્મનો આનંદ માણ્યો છે.
ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળતી આ પ્રકારની સસ્પેન્સ થ્રિલર ફિલ્મને દર્શકોએ પૂરા દિલથી આવકારી છે. અદભૂત સ્ટોરીટેલિંગ, પાવરફુલ પરફોર્મન્સ અને અનપેક્ટેડ ટ્વિસ્ટ્સ સાથે આ ફિલ્મ એક એવા નવા યુગની શરૂઆત છે.
More Stories
વિશ્વગુરુ ફિલ્મનું ટીઝર રિલીઝ: રાષ્ટ્ર વિરોધી વિચારો સામે ચેતનાત્મક સંઘર્ષને રજૂ કરતી તસવીર
શ્રદ્ધા ડાંગરનો સંસ્કાર ભર્યો અવતાર ‘ચિત્રા’ રૂપે, વિશ્વગુરુ 1 ઓગસ્ટે થશે રિલીઝ
ધીરજ, ધર્મ અને દેશ માટે સમર્પિત: મચ- અવેઇટેડ ફિલ્મ “વિશ્વગુરુ”માં કૃષ્ણ ભારદ્વાજ “રુદ્ર”ની ભૂમિકામાં