અમદાવાદ : ટાફ ગૃપએ એક નોન કોમર્શિયલ ગૃપ છે જેમાં જાણીતા ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના લોકો જોડાયેલા છે અને સમયાંતરે ટાફ ગૃપ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થતી હોય છે. આ વખતે ટાફ ગ્રુપ દ્વારા 25મી માર્ચના રોજ રાત્રે 8-00 કલાકે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ ‘રંગત, ટી પોસ્ટ-દેશી કાફે’ ખાતે સ્ટેન્ડઅપ કોમેડી શો ‘ફટાફટી’ નું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ એક સંપુર્ણ ફેમિલી-ફ્રેન્ડલી શો છે, જેમાં હાસ્યની ભરમાળ જામશે.
સમગ્ર કાર્યક્રમ જાણીતાં લેખક, દિગ્દર્શક અને અભિનેતા ધારેશ શુક્લ દ્વારા હોસ્ટ કરવામાં આવશે. જેમાં જાણીતાં હાસ્યલેખક/હાસ્ય કલાકાર અને સ્ટેન્ડ કોમેડી કરતાં જાણીતાં કલાકારો જેવા કે, યોગેશ જીવરાણી, કમલેશ દરજી, કવિ તાહા મન્સૂરી, સુરજ બરાલીયા, શ્રુજલ દોશી અને ગુજરાતના જાણીતા લેખક, હાસ્યકલાકાર, અભિનેતા, દિગ્દર્શક વિનય દવે પોતાની કલાથી લોકોને હસાવશે.
આ અંગે ટાફ ગ્રુપના ફાઉન્ડર તન્મય શેઠ જણાવે છે કે, “અમે આ અગાઉ ઘણાં કાર્યક્રમો આયોજિત કર્યા છે. ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અમારી સાથે જોડાયેલા છે. 25 માર્ચે આયોજિત કાર્યક્રમ “ફટાફટી”માં સાત દિગ્ગજો હાસ્યનું વાવાઝોડું લાવશે. અમારી સાથે આ કાર્યક્રમ માટે જોડાયેલ તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. ટાફ ગ્રુપમાં રહેલા સભ્યો એક પરિવારની જેમ સમયાંતરે આવા કાર્યક્રમો દ્વારા મળતા રહે છે.”
કોરોનાકાળમાં અમદાવાદના કળારસિક મિત્રો દ્વારા શરૂ થયેલા આ ગ્રૂપમાં કળાના દરેક ક્ષેત્રની જાણીતી વ્યક્તિ જોડાયેલી છે. ખાણી-પીણી, ઉજાણીની સાથે વારસાના જતન કરવાની ખેવના સાથે બનેલુ આ ગ્રૂપ ફૂડ-હેરિટેજ વૉક, મુશાયરા અને મૂવી સ્ક્રિનિંગ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિ:શૂલ્ક કરતું રહે છે. ગ્રૂપના સભ્યો દ્વારા ચેરિટીની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગ્રુપના એડમીન તન્મય શેઠના જણાવ્યા મુજબ વડનગર ટુરનું આયોજન સભ્યો માટે વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. એ સિવાય આજસુધી 40 જેવી ઇવેન્ટ કરવામાં આવી છે તે પણ સભ્યો માટે વિનામૂલ્યે કરવામાં આવી છે. જેમાં ગ્રુપના જ અલગ અલગ સભ્યો જવાબદારી ઊઠાવીને સભ્યો માટે વિનામૂલ્યે વ્યવસ્થા કરતા હોય છે.
More Stories
રામનવમી નિમિતે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા સંગીતમય સુન્દરકાંડ પાઠ નું સફળ આયોજન
સિંધી પરિવાર ગ્રુપ (SPG) દ્વારા એકતા અને ભક્તિનું પ્રદર્શન કરતી ભવ્ય ચેટી ચાંદ ઉજવણી કરાઇ
ફોર ફ્રેન્ડ્સ દ્વારા યુનિક ફેશન એક્ઝિબિશન