March 5, 2026

ડિઝની એડવેન્ચર સિંગાપોર પહોંચ્યું : એશિયામાં ડિઝની ક્રૂઝ લાઇન નું પ્રથમ શિપ હોમપોર્ટ પર પહોંચ્યું

Ahmedabad, March 04, 2026 –  ડિઝની ક્રૂઝ લાઇને આજે એક ખાસ પ્રસંગની ઉજવણી કરી છે જ્યારે ડિઝની એડવેન્ચર તેના બહુપ્રતિક્ષિત નવા હોમપોર્ટ પર પહોંચ્યું છે. આજે સાંજે શિપ મરીના બે ક્રૂઝ સેન્ટર સિંગાપોર પર પહોંચ્યું ત્યારે સમગ્ર માહોલ ઉત્સાહ અને ગર્વથી છવાઇ ગયો. ડિઝની એડવેન્ચરના સ્વાગત માટે આતીશબાજીથી સમગ્ર આકાશ ઝગમગી ઉઠ્યું. જે પ્રદેશના મહેમાનો માટે ક્રૂઝ વેકેશનના અનુભવોમાં એક અદ્દભુત નવા અધ્યાયની શરુઆતને દર્શાવે છે.

ડિઝની એડવેન્ચર 10 માર્ચ 2026ના રોજ સિંગાપોરથી તેની પ્રથમ સફર પર રવાના થશે, જેમાં દરિયામાં ત્રણ દિવસ અને ચાર રાત્રિની સફર હશે. આ સફર તમામ ઉંમર લોકો, પરિવારો અને મહેમાનો માટે ડિઝાઇન કરવામાં આવી છે. ડિઝની, પિક્સર અને માર્વેલની 100થી વધુ સ્ટોરીનો ઉપયોગ કરીને મહેમાનો વિશ્વકક્ષાનું મનોરંજન, ઉત્કૃષ્ટ ભોજન અનુભવો અને કલાત્મક રહેઠાણનો આનંદ માણી શકશે. ડિઝની એડવેન્ચર ડિઝની ક્રૂઝ લાઇનની પરંપરા અને ઓળખને મેજિકલ બનાવે છે, જે દરિયાઇ સફરને વધુ આરામદાયક વેકેશનમાં ફેરવે છે. આ ઇમર્સિવ ડિઝની સ્ટોરીને વિશ્વભરના લોકો સુધી પહોંચાડશે.

ડિઝની ક્રૂઝ લાઇનના સિગ્નેચર એક્સપિરિયન્સના પ્રમુખ જો સ્કોટે જણાવ્યું કે, સિંગાપોરમાં ડિઝની એડવેન્ચરનું આગમન અમારા ગ્લોબલ વિસ્તરણમાં એક પ્રમુખ સીમાચિહ્નરુપ છે, જે ડિઝની ક્રૂઝિંગને એશિયામાં પહેલીવાર લાવશે. ડિઝની ક્રૂઝ લાઇનના યાદગાર સફરના વારસાને માન આપતા અમારું નવીનતમ શિપ એક વાઇબ્રન્ટ – નવા ડેસ્ટીનેશનમાં અમારી સિગ્નેચર સ્ટોરી કહેવાની અને સર્જનાત્મકતાને એકસાથે લાવે છે.

ડિઝની એડવેન્ચરનું લોન્ચિંગ ડિઝની એક્સપિરિયન્સ માટે પહેલા ક્યારેય ન હોય તેવા વિકાસના સમયગાળાનો એક ભાગ છે, જેમાં પહેલા કરતા વધુ વિસ્તરણ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. ડિઝની ક્રૂઝ લાઇન માટે આ વૃદ્ધિમાં 2031 સુધીમાં 13 શિપ ફ્લીટ (જહાજના કાફલા)માં સમાવેશ થશે, જે છેલ્લા બે વર્ષમાં ડિઝની ટ્રેઝર્સ અને ડિઝની ડેસ્ટિની જેવા અન્ય શિપના ડેબ્યૂ પછી છે.

એશિયા પેસિફિકના અગ્રણી ક્રૂઝ હબ તરીકે સિંગાપોર 160થી વધુ શહેરો સાથે સીધી ફ્લાઇટ્સથી કનેક્ટેડ છે અને ડાયરેક્ટ ફ્લાઇટ અને વર્લ્ડ ક્લાસ ક્રૂઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં તાજેતરમાં જ મરીના બે ક્રૂઝ સેન્ટર સિંગાપોર સામેલ છે. 2025 સુધીમાં સિંગાપોરનો ક્રૂઝ ઉદ્યોગ 375 શિપ કોલ દ્વારા 2 મિલિયનથી વધુ મુસાફરો સુધી પહોંચ્યો છે.

ડિઝની એડવેન્ચરની પાંચ વર્ષની હોમપોર્ટિંગ કમિટમેન્ટ ફ્લાય-ક્રૂઝની માંગ વધારવા અને પ્રદેશના ઝડપથી વધી રહેલા ક્રૂઝ ઓડિયન્સનો મોટો હિસ્સો મેળવવામાં એક મુખ્ય સીમાચિહ્નરુપ છે. આ શિપ ટુરિઝમ બિઝનેસને વધુ મજબૂત બનાવશે તેમજ એશિયા-પેસિફિકમાં અગ્રણી ક્રુઝ હબ તરીકે સિંગાપોરની ભૂમિકાને મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.

સિંગાપોર ટુરિઝમ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ મેલિસા ઓઉ એ જણાવ્યું કે, ડિઝની ક્રૂઝ લાઇનનો સિંગાપોરમાં તેના નવા શિપને હોમપોર્ટ કરવાનો નિર્ણય એક પ્રીમિયર ક્રૂઝ ડેસ્ટિનેશન તરીકેની અમારી સાક્ષી પૂરે છે. સિંગાપોરની શાનદાર ઓનશોર ટુરિઝમ અનુભવોની યાદી ડિઝની એડવેન્ચર એટ સી ના અનોખા મનોરંજન સાથેના વેકેશનને એકદમ પરફેક્ટ બનાવે છે. ડિઝની એડવેન્ચરનું આગમન અમને ગુણવત્તાયુક્ત પ્રવાસન વૃદ્ધિને વેગ આપવા, અમારા “ટુરિઝમ 2040″ના વિઝનને પૂર્ણ કરવાની દિશામાં એક ડગલું નજીક લાવે છે. ડિઝની ક્રૂઝ લાઇન સાથે મળીને અમે વિશ્વભરના પ્રવાસીઓને જાદુઇ અનુભવો આપવા ઉત્સાહિત છીએ.

ડિઝની એડવેન્ચર મહેમાનોને શિપ પર એન્જોય કરવા અને ફરવા માટે સાત અલગ અલગ થીમવાળી સ્પેસ (જગ્યા) ઓફર કરશે, જેમાં દરિયાઇ સફર દરમિયાન મહેમાનો માટે ખાસ આઇટિનરરી ડિઝાઇન કરાઇ છે. તે આ પ્રવાસન સ્થળ માટે પહેલી અને વિશિષ્ટ સુવિધાઓ પણ રજુ કરશે. આ પ્રદેશના પ્રાદેશિક ખાન-પાનથી લઇને રિટેલ અનુભવ અને ઓરિજિનલ એન્ટરટેઇન્મેન્ટ ઓફર કરે છે.

ફ્લીટ પર સિગ્નેચર ઇન્ટરનેશનલ ભોજન ઉપરાંત, મહેમાનો ભોજનના અનેક વિકલ્પોનો આનંદ માણી શકે છે, જેમાં પ્રાદેશિક એશિયન મનપસંદ ફૂડથી લઇને બબલ ટી જેવા નવા ડ્રિંક્સનો સમાવેશ થાય છે. ઉત્કૃષ્ટ ભોજન અને ડ્રિંક્સની સાથોસાથ 17,000 ચોરસ ફૂટ રિટેલ સ્પેસ પણ હશે જ્યાં મહેમાનો એક્ઝક્લૂઝિવ કલેક્શન જોઇ શકે છે અને ભરપૂર શોપિંગ પણ કરી શકે છે.

ડિઝની ક્રૂઝ લાઇન ફ્લીટ માટે ડિઝની એડવેન્ચર પરના ઘણા રિટેલ અનુભવો નવા છે, જેમાં વર્લ્ડ ઓફ ડિઝની સ્ટોર, નેશનલ જિયોગ્રાફિક્સ સ્ટોર અને ડફી એન્ડ ફ્રેન્ડ્સ શોપનો સમાવેશ થાય છે. ઓનબોર્ડ મનોરંજન હાઇલાઇટ્સમાં ડિઝની એડવેન્ચર માટે ખાસ બનાવેલ તદ્દન નવો મ્યુઝિકલ શો “રિમેમ્બર” સામેલ છે, જે ખાસ ડિઝની એડવેન્ચર માટે તૈયાર કરાયો છે. સાથે “ડફી એન્ડ ધ ફ્રેન્ડ શિપ” જેવો શો પણ છે, જેમાં ઓરિજિનલ મ્યુઝિક અને ગીત હશે. સાથે જ આયર્નસાયકલ ટેસ્ટ રન જેવા રોમાંચક માર્વેલ થીમ આધારિત આકર્ષણોનો સમાવેશ થાય છે. જે દરિયાનો સૌથી લાંબો રોલરકોસ્ટર છે.

For more information on new sailing dates and to book, guests can visit http://www.disneycruise.com/adventure or contact their preferred travel agents.

***

Guests can follow Disney Cruise Line’s social media channels for more updates: