December 23, 2024

ફિલ્મ “ચોર ચોર”ની સફળતાની અનોખી રીતે  ઉજવણી કરાઈ

 ફિલ્મ ચોર ચોરને  3 અઠવાડિયામાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો, તેની સફળતાની ઉજવણી 16 ઓગસ્ટના રોજ અનોખી રીતે કરવામાં આવી. ફિલ્મના પ્રોડ્યૂસર વિવેકા પટેલ તથા ડિરેક્ટર રાજન રાઠોડ સેવા ભાવિ અને પ્રકૃતિ પ્રેમી છે એટલે ટીમ સાથે 101 વૃક્ષારોપણનો કાર્યક્રમ કૉમર્સ કોલેજ, સેક્ટર ૧૫ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. જોડે કોલેજના વિધાર્થીઓને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લગતા પ્રશ્નોનો જવાબ આપ્યા અને ફિલ્મમાં આવવા  શું કરવું જોઈએ એ અંગે માર્ગદર્શન આપવાના કાર્યકર્મનું આયોજન પણ વનશ્રી ટ્રસ્ટના અંજનાબેન નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું.