કેવડીયા, ગુજરાત : પ્રસિદ્ધ અભિનેતા અને સંસ્કૃતિના પ્રતિક તરીકે ઓળખાતા મુકેશ ખન્ના, જે “શક્તિમાન” તરીકે ઘરઘર ઓળખાય છે, તાજેતરમાં પોતાની આવનારી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરૂ’ના પ્રમોશનના ભાગરૂપે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડીયાની મુલાકાતે આવ્યા હતા.
તેમની સાથે ફિલ્મના દિગ્દર્શકો શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માતા સતીશ પટેલ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા, તેમજ જાણીતા અભિનેતા કુરુષ દેબૂ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમિયાન મુકેશ ખન્નાએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે સ્મારકની મુલાકાત લેતી વખતે તેની રચના અને દ્રષ્ટિને શ્રદ્ધાપૂર્વક વખાણી – જે આખા વિશ્વમાં એકતા, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક બની ઊભું છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા રાષ્ટ્રીય મહત્વના સ્થાન પર આ ફિલ્મના પ્રમોશન દરમિયાન પર્યટકો અને ચાહકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. લોકોએ દિગ્ગજ કલાકારોની હાજરીમાં ફિલ્મ વિશે જાણકારી લીધી અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવતાં દેખાયા.

મુકેશ ખન્નાએ મિડિયા સાથે વાતચીત કરતાં કહ્યું: “વિશ્વગુરૂ જેવી ફિલ્મને એવી જગ્યાએ પ્રસ્તુત કરવાનો મોકો મળવો કે જે જાતે જ રાષ્ટ્રીય એકતાનું પ્રતિક છે – એ અમારા સંદેશને વધુ મજબૂતી આપે છે. સરદાર પટેલના સિદ્ધાંતો અમારા ફિલ્મના મર્મ સાથે ઊંડે રીતે જોડાયેલા છે.”
આ મુલાકાત માત્ર એક ફિલ્મ પ્રમોશન નહીં, પરંતુ ભારતના વારસા અને મૂલ્યો સાથે જોડાણ સ્થાપિત કરવાની અનોખી રીત પણ સાબિત થઈ.
વિશ્વગુરૂ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તેના ગંભીર કથાવસ્તુ તથા શક્તિશાળી અભિનયને કારણે પહેલાથી જ દર્શકોમાં ઉત્સુકતા ઊભી થઈ છે.
More Stories
સત્ય ઘટના પરથી પ્રેરિત હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પોસ્ટર લોન્ચ
રનવે થી બોર્ડરૂમ સુધી: જિઓહોટસ્ટારનું પિચટુગેટરિચ ભારતમાં ફેશન મનોરંજનને નવી વ્યાખ્યા આપે છે
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવભર્યો મોમેન્ટ: સાઈકોલોજિકલ થ્રિલર ‘વશ’ને બે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા