December 22, 2024

બાળકોની સલામતી અને સમુદાયની સુખાકારી માટે અગ્રણી રીતે કામ કરતું “વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન”

વી કેર ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના 2013 માં ભારતમાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં સમુદાય વિકાસ માટેના વિઝન સાથે કરવામાં આવી હતી. વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન બાળકોની સલામતી અને સુખાકારી માટે અથાગ રીતે કામ કરી રહ્યું છે. ટેક્નોલોજી, વિજ્ઞાન કે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ ભારત એક એવું રાષ્ટ્ર છે જે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ તે ગતિએ, આરોગ્ય, પર્યાવરણ, બાળ સુરક્ષા અને મહિલા સશક્તિકરણની બાબતમાં હજી પણ આપણે ઘણી મહેનત કરવાની જરૂર છે. વી કેર ઇન્ડિયા ફાઉન્ડેશન ખાસ કરીને સમુદાયને શિક્ષિત અને સશક્ત કરવા માટે સમાજ કલ્યાણના કાર્યો કરે છે. દર વર્ષે સમુદાયને ઉપયોગી કર્યો કરવામાં આવે છે. ગત વર્ષે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કીમોથેરાપી કેન્સર વિભાગ ખાતે કેન્સરથી પીડાતા બાળકો માટે “હેપ્પી કીટ”નું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે સમુદાયના લોકો માટે અમદાવાદમાં રાજપથ ક્લબ પાસે ફ્રી મેડિકલ હેલ્થ ચેક- અપનું આયોજન કરાયું હતું.

વી કેર ફાઉન્ડેશનના રજિસ્ટર્ડ ક્લિનિકલ ડાયેટિશિયન અને સ્થાપક રૈના શુક્લ હંમેશાથી સમાજના લોકોની સુખાકારી જળવાઈ રહે તે અબ્બતમાં માને છે અને સમુદાયના વિકાસ અને કલ્યાણ માટે અગ્રેસર રહે છે. આયોજિત ફ્રી હેલ્થ- ચેક અપમાં ડૉ. દેવાંગ સોલંકી અને ડૉ. ધ્રુમી દોશી દ્વારા લોકોના મેન્ટલ હેલ્થ અને ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, બેસલ મેટાબોલિક ઇન્ડેક્સ વગેરે અંગેની તપાસ કરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં આર્થરાઈટિસ અને પેઈન મેનેજમેન્ટ માટે આ પ્રકારના કેમ્પોનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન અવારનવાર કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતાં કામદારોને ઘરગથ્થુ અનાજનું વિતરણ પણ કરે છે.

 આ ફાઉન્ડેશન જ્ઞાન પ્રબોધિની પુણે સાથે માનસિક સ્વાસ્થ્ય પર સંશોધન કરી રહ્યું છે. તેઓ બાળકોની સલામતી માટે નીતિગત ફેરફારોની ભલામણ કરી રહ્યા છે અને સરકારને બાળકોની આસપાસ કામ કરતા લોકોના માનસિક સ્વાસ્થ્યને ચકાસવા માટે સક્રિયપણે દરખાસ્ત કરી રહ્યા છે  અને તેને અનુલક્ષીને શાળાઓ માટે માનસિક સ્વાસ્થ્ય પરીક્ષણ પણ કરીએ છીએ. આ સાથે બાળકો સાથે કામ કરતી દરેક વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય મૂલ્યાંકન પર ભાર મૂકે છે. 

વી કેર ફાઉન્ડેશનના ફાઉન્ડર રૈના શુક્લ જણાવે છે કે, “પૂર્ણ રીતે કોઈપણ પ્રતિકૂળ ઘટનાઓને રોકવા માટે, અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે ઉપચાર કરતાં નિવારણ વધુ સારૂં છે: પુનર્વસન કરતાં વધુ સારી સલામતી છે. અમે આરોગ્ય અને પર્યાવરણીય જાગરૂકતા માટે મુખ્યત્વે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) તરફ કાર્ય કરવા વિશે પણ આયોજન કરી રહ્યા છીએ, ઉપરાંત સમાન વિઝન ધરાવતા અન્ય એનજીઓ અથવા કોર્પોરેટ સાથે સહયોગ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”

વધુ જાણકારી માટે https://wecareindiafoundation.org/about.html ની મુલાકાત લઇ શકો છો.