દર વર્ષે તારીખ 17મી ઓક્ટોબરને “વર્લ્ડ ટ્રોમા ડે” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત દરમિયાન જીવન બચાવવા અને કટોકટીની પરિસ્થિતિઓમાં સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય આઘાતજનક ઈજા અને જીવ ગુમાવવાથી કેવી રીતે બચવું તે અંગે શિક્ષણ આપવાનો છે. વર્લ્ડ ટ્રોમા ડે 2024 ની થીમ “વર્કપ્લેસ ઇન્જરીઝ: પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ” છે. લોકોમાં આઘાતની ઘટનાઓની સંખ્યા ઘટાડવા માટે 17 ઓક્ટોબરના રોજ વૈશ્વિક સ્તરે આ દિવસ મનાવવામાં આવે છે. આ ડે અંગે લોકોમાં હજી પણ જોઈએ તેટલી અવેરનેસ નથી. આ અંગે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના કન્સલ્ટન્ટ ઇમરજન્સી ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. શ્યામ કારિયાએ વધુ માહિતી આપી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, વિશ્વભરમાં મૃત્યુ અને અપંગતાનું મુખ્ય કારણ ઈજા છે. આઘાતનો અર્થ “કોઈપણ પ્રકારની શારીરિક અથવા માનસિક ઈજા” થઈ શકે છે.
ડૉ. શ્યામ કારિયા (કન્સલ્ટન્ટ ઇમરજન્સી ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ)એ જણાવ્યું હતું કે, “2020ના એક મેડિકલરિપોર્ટ અનુસાર , ભારત માર્ગ અકસ્માતના મામલામાં બીજા ક્રમે છે. માર્ગ અકસ્માતને કારણે થતા મૃત્યુના મામલામાં તે વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત અન્ય અનેક કારણોસર ઇજાગ્રસ્તો સમયસર સારવાર ન મળવાને કારણે મૃત્યુ પામે છે. માર્ગ અકસ્માત, કુદરતી આફત, ઘરેલું હિંસા કે અન્ય કારણોસર ઇજાગ્રસ્તોને સમયસર સારવાર પૂરી પાડવા તેમજ માનસિક આઘાતમાંથી ઉગારવા માટે ખૂબ જ જરૂરી છે. અહીં ટ્રોમા એટલે સારવારની સાથે માનસિક પીડામાંથી મુક્તિ મેળવવાની સામૂહિક પહેલ. એક રિસર્ચ પ્રમાણે ભારતમાં દર કલાકે આશરે 47 અકસ્માત થાય છે અને આશરે 18 લોકોના મૃત્યુ થાય છે. તાજેતરમાં નવરાત્રી દરમિયાન પણ ઘણા અકસ્માતોના કેસ ધ્યાનમાં આવ્યા હતા.”
વર્લ્ડ ટ્રોમા ડે મૃત્યુની સંખ્યા ઘટાડવા અને આઘાતજનક ઇજાથી પીડાતા લોકો માટે સમયસર સારવાર લેવાની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે. આઘાતજનક ઇજા પણ અપંગતાનું મુખ્ય કારણ છે. મગજની ઇજા મુખ્ય કારણ છે. અંદાજિત 69 મિલિયન લોકો દર વર્ષે આઘાતજનક મગજની ઇજાથી પીડાય છે. આ રોગની જેટલી વહેલી સારવાર કરવામાં આવે તેટલું દર્દી માટે સારું. પરંતુ કમનસીબે, પીડિતો ભાગ્યે જ સમયસર હોસ્પિટલ પહોંચે છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ઇમર્જન્સીની અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બધી જરૂરિયાતો પર ધ્યાન આપવામાં આવે તો 50% માર્ગ અકસ્માત મૃત્યુને અટકાવી શકાય છે. વર્લ્ડ ટ્રોમા ડે પર વિશ્વભરના ઇમર્જન્સી સ્પેશિયાલિસ્ટ લોકોને આઘાતજનક ઘટના દરમિયાન અન્ય લોકોને કેવી રીતે મદદ કરવી તે વિશે શિક્ષિત કરે છે.
More Stories
વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્રારા “બી અ સાન્ટા” પહેલ અંતર્ગત ક્રિસમસની ઉજવણી કરાઈ
વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 58 વર્ષીય દર્દીના જમણા ખભાની, તાણીયા ની ઈજાની સફળતાપૂર્વક સર્જરી
ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે