રીન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પૂરા પાડતી અમદાવાદની ઝોડિયાક એનર્જી લિમિટેડએ 30 સપ્ટેમ્બર, 2025એ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં (Q2 FY26) ₹96.78 કરોડની આવક સામે ₹2.66 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે અર્ધવાર્ષિક ગાળામાં (H1 FY26) કુલ નફો ₹5.28 કરોડ રહ્યો છે. અર્ધવર્ષીય આવક H1-FY2025ના ₹132.10 કરોડથી વધીને H1-FY2026માં ₹194.83 કરોડ પહોંચી હતી, જે 48%ની Y-o-Y વૃદ્ધિ છે. આ વૃદ્ધિ કંપનીના સોલાર EPC અને પાવર જનરેશન વિભાગોના મજબૂત પ્રદર્શનથી પ્રેરિત રહી હતી.
અમદાવાદમાં 12 નવેમ્બર, 2025ના રોજ યોજાયેલી બોર્ડ મિટિંગમાં ડિરેક્ટરોએ Q2 FY26 માટેના અનઑડિટેડ સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ નાણાકીય પરિણામોને મંજુરી આપી, તેમજ અન્ય રૂટીન વ્યવસાયિક બાબતોને પણ મંજૂરી આપી હતી. ઝોડિયાક એનર્જી લિમિટેડએ કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર કુંજબિહારી શાહે જણાવ્યું હતું કે લંબાયેલા વરસાદી મોસમના પડકારો છતાં કંપનીએ મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. તેમણે ઉમેર્યું કે આગામી ત્રિમાસિક ગાળામાં વધુ સારું પ્રદર્શન આપવાનો વિશ્વાસ છે.
ઝોડિયાક એનર્જી લિમિટેડ સોલાર EPC ક્ષેત્રમાં નિષ્ણાતપણાનો લાભ લઈને ભારત તેમજ વિદેશમાં સોલાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અભિયાનમાં સક્રિય રીતે ભાગ લેવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.
કંપનીની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં કંપનીની ઓપરેશનલ આવક Q2-FY2025ના ₹52.70 કરોડથી વધીને Q2-FY2026માં ₹96.78 કરોડ પહોંચી હતી, જે વાર્ષિક સરખામણીએ 83%ની ત્રિમાસિક વૃદ્ધિ દર્શાવે છે. સાથે અર્ધવર્ષીય આવક H1-FY2025ના ₹132.10 કરોડથી વધીને H1-FY2026માં ₹194.83 કરોડ પહોંચી હતી, જે 48%ની Y-o-Y વૃદ્ધિ છે.
ઝોડિયાક એનર્જીના EBIDTA વૃદ્ધિમાં Q2-FY2025ના ₹4.91 કરોડથી વધીને Q2-FY2026માં ₹10.30 કરોડ ,જે 110%ની વૃદ્ધિ દર્શાવે છે તથા H1-FY2025ના ₹9.10 કરોડથી વધીને H1-FY2026માં ₹20.03 કરોડ થઈહતી જે 120%ની અર્ધવર્ષીય વૃદ્ધિ દર્શાવે છે.
* *EBIDTA માજિન સુધારો થયો હતો.
Q2-FY2025ના 9.30%થી વધીને Q2-FY2026માં 10.64% થયો (134 બેઝિસ પોઇન્ટ્સનો વધારો).
H1-FY2025ના 6.90%થી વધીને H1-FY2026માં 10.30% થયો (340 બેઝિસ પોઇન્ટ્સનો વધારો).
* *કર બાદ નફો (PAT):*
Q2-FY2025ના ₹2.49 કરોડથી વધીને Q2-FY2026માં ₹2.66 કરોડ થયો — 7%ની વૃદ્ધિ.
H1-FY2025ના ₹4.82 કરોડથી વધીને H1-FY2026માં ₹5.28 કરોડ થયો — 10%ની અર્ધવર્ષીય વૃદ્ધિ.
ઝોડિયાક એનર્જીના કારોબારના બે મુખ્ય વિભાગો છે , તેમાં EPC (ઇન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન)* તથા સોલાર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ ટ્રેડિંગ, અને પાવર જનરેશન.* બન્ને ક્ષેત્રોએ આ ત્રિમાસિક ગાળામાં સ્થિર યોગદાન આપ્યું છે.

More Stories
ટેકડી સાઇબર સિક્યુરિટીની અર્ધ વાર્ષિક આવકમાં 49% નો વધારો; વૈશ્વિક સ્તરે વિસ્તરણની દિશામાં મોટો પગલુ
CII કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એક્સ્પો 2025: ગ્લોબલ કેમિકલ્સ વેલ્યૂ ચેઇન્સમાં ભારતનું નેતૃત્વ અને તકો દર્શાવશે
સોશિયલ #OUTOFOFFICE રજૂ કરે છે – એક નવું નેટવર્કિંગ IP જે વાસ્તવિક વાતચીતોને પાછું લાવે છે