January 14, 2025

આશિમા ટાવર, વસ્ત્રાપુર ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

આશિમા ટાવર, વસ્ત્રાપુરના રહીશો દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજ વંદન કાર્યક્રમથી શરુઆત કરીને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સિંગિંગ, વેશભૂષા સ્પર્ધા, કેરમ તેમજ ચેસની રમત સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કાર્યક્રમોના આયોજનની સાથે સાથે ચેરમેન શ્રી નવનીત નાગ દ્વારા યુનિટી ઇઝ અ પાવરનો સંદેશ પાઠવવામાં આવ્યો. કાર્યક્રમમાં ભાગ લેનાર સૌ કોઇને આશ્વાસન ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.