આશિમા ટાવર, વસ્ત્રાપુરના રહીશો દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજ વંદન કાર્યક્રમથી શરુઆત કરીને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સિંગિંગ, વેશભૂષા સ્પર્ધા, કેરમ તેમજ ચેસની રમત સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કાર્યક્રમોના આયોજનની સાથે સાથે ચેરમેન શ્રી નવનીત નાગ દ્વારા યુનિટી ઇઝ અ પાવરનો સંદેશ પાઠવવામાં આવ્યો. કાર્યક્રમમાં ભાગ લેનાર સૌ કોઇને આશ્વાસન ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.




More Stories
યુકેમાં ભારતીય સમુદાયના સાંસ્કૃતિક પ્રતિનિધી તરીકે માનનીય શ્રી રાજરાજેશ્વર ગુરુજી આજે અમદાવાદના જગન્નાથ મંદિરે દર્શન માટે પધાર્યા
અમદાવાદમાં હોન્ડાના પ્રીમિયમ બિગ બાઇક્સ માટે નવું સરનામું
120 વર્ષનો સફરનામો: નડિયાદની મફતલાલ ઈન્ડસ્ટ્રીનો પેઢીદર પેઢી વિકાસ