- મોશન પોસ્ટર દ્વારા દર્શકોને ટ્રાવેલ મોડમાં લાવવાનો પ્રયાસ
ગુજરાત : આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાનાં શિખરે પહોંચી ગઈ છે. ઘણી ગુજરાતી ફિલ્મો દર્શકોના દૃદયમાં ઊંડી છાપ છોડી જાય છે અને તેમાં અન્ય એક ફિલ્મનો ઉમેરો થવા જઈ રહ્યો છે કે જેની વાર્તા જ કાંઈક અલગ છે. આ ફિલ્મનું નામ છે “ઉંબરો”. ફિલ્મના મેકર્સ દ્વારા મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ “હેલારો”ના નિર્દેશક અભિષેક દ્વારા કરવામાં આવ્યું છે. આ એવરેસ્ટ એન્ટરટેઇનમેન્ટ અને ઈરાદા સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલ સંજય છાબરિયા અને ફાલ્ગુની પટેલ દ્વારા નિર્મિત ફિલ્મ છે. ફિલ્મનું સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ અભિષેક અને કેયુ શાહ દ્વારા લિખિત છે.
આ ફિલ્મમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોષી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા, વિનીતા એમ જોશી, આર્જવ ત્રિવેદી, સંજય ગલસર, પાર્લે પટેલ અને કરણ ભાનુશાલી મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને લખ્યું છે, “હજાર માઇલની સફર એક પગલા થી શરૂ થાય છે.” આ સરળ વાક્ય આપણને ઘણું બધું સમજાઈ જાય છે. આ મોશન પોસ્ટર ફિલ્મની પ્રેરણાદાયી સફરને પ્રતિબિંબિત કરે છે અને દર્શકોને એક નવી સફર પર લઈ જવાનું વચન આપે છે.
ફિલ્મની રિલીઝ ડેટ અને મોશન પોસ્ટર જાહેર થતાં જ દર્શકોમાં ફિલ્મ અંગે વધુ જાણવા ઉત્સુકતા વધી છે અને ફિલ્મના ટીઝર અને ટ્રેલરની પણ વાટ જોવાઈ રહી છે. આ ફિલ્મ 24 જાન્યુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મોશન પોસ્ટર દ્વારા દર્શકોને ટ્રાવેલ મોડમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે ફિલ્મ પ્રત્યે અપેક્ષા વધુ વધી છે.
More Stories
અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને?નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું
3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર લોન્ચ
દીક્ષા જોશી અને પીહૂશ્રી ગઢવીના અભિનય સાથે “નીંદરું રે” સોન્ગ માતૃત્વના ભાવનાત્મક રંગોથી રંગાયેલુ