અમદાવાદ, 18 નવેમ્બર, 2024 – અમદાવાદની રહેવાસી મેઘા શાહે નેશનલ લેવલ પર એક પ્રતિષ્ઠિત મોખરાનું સ્થાન મેળવ્યું છે. દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં 10 નવેમ્બરના રોજ યોજાયેલા UMB બ્યુટી પેજન્ટમાં મેઘા ને મળ્યુ મિસિસ ઇન્ડિયા ડિરેક્ટર્સ ચોઈસ અવોર્ડ 2024 . આ ખિતાબ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની અદ્વિતીય તક પ્રદાન કરશે.
આ ભવ્ય કાર્યક્રમમાં ફિલ્મ જગતના દિગ્ગજ સારા અલી ખાન અને અર્જુન કપૂરે ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી. દેશભરમાંથી પ્રવીણ અને પ્રતિભાસંપન્ન સ્ત્રીઓની વિશાળ સ્પર્ધાને પૂર્ણ કરતી આ પેજન્ટ બે મહિનાની કઠોર મહેનત અને પ્રશિક્ષણનું પરિચય હતું.
મેઘા શાહે તેમની વિજેતા યાત્રા પર ચિંતન કરતા જણાવ્યું, “આ પેજન્ટ માટેની તૈયારીઓ અત્યંત પડકારજનક હતી. લાંબા સમય સુધીની પ્રેક્ટિસ અને ભારે સ્પર્ધા વચ્ચે પ્રત્યેક પળમાં મને જીવનના નવા પાઠ શિખવા મળ્યા. વિજય મહત્વનો છે, પરંતુ આ યાત્રાના અનુભવો એ પણ ખાસ મહત્વ ધરાવે છે.”

મેઘા શાહ માત્ર બ્યુટી પેજન્ટમાં વિજેતા જ નથી, પરંતુ તેમના જીવનના અનેક પાસાઓ પ્રેરણાદાયી છે. એક સફળ ઉદ્યોગસાહસિક , વકીલ અને સમર્પિત માતા તરીકે તેઓએ શારીરિક તંદુરસ્તી પ્રત્યેના પોતાના પ્રણય સાથે જબરજસ્ત બાઇક રાઇડર તરીકેની પોતાની ઓળખ પણ સ્થાપિત કરી છે. તાજેતરમાં તેઓએ અંડમાન અને નિકોબાર ટાપુઓમાં ગ્રુપ રાઇડ પૂર્ણ કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.
તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ “હીલ્સ ઓન વ્હીલ્સ” વિશે વાત કરતા મેઘાએ ઉમેર્યું, “હું માનું છું કે આ સફળતા એક રીતે મારી મનસૂબાની પરિણામ છે. હું યથાર્થમાં ‘હીલ્સ ઓન વ્હીલ્સ’ ના અર્થને જીવી રહી છું. સ્ત્રીઓ માટે શૌર્ય અને સૌંદર્ય એકસાથે જીવવું શક્ય છે અને સમાજ સ્ત્રીત્વની વ્યાખ્યા નક્કી કરતો નથી; તે પરિભાષા અમે સ્વયં રચીએ છીએ.” મેઘાએ વ્યક્ત કર્યુ.
આ વિજય સાથે, મેઘા શાહ વિશ્વ મંચ પર ભારતની સંસ્કૃતિ, શક્તિ અને ભાવનાનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવીને ગર્વ અનુભવે છે. “આ ખિતાબ મારા માટે એક નવું પ્રદાન છે, અને મને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય પૌરાણિકતાનું પ્રતિનિધિત્વ કરવાની તીવ્ર ઉત્સુકતા છે,” એમ તેમણે ઉમેર્યું.
More Stories
ગુજરાત પ્રજાપતિ સમાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી
ફર્નિચર ડિઝાઈનની ઉભરતી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફરલેંકો એ અમદાવાદમાં કર્યો પ્રવેશ
પંથ શ્રી હજુર ઉદીતમુનિ નામ સાહેબની ગુજરાત ભ્રમણની “નવોદય યાત્રા” કે.ડી.વી મિશનના તત્વાધાનમાં સંપન્ન